મોરબીમાં ઘરમાં ધમધમતી જુગારની કલબ પકડાઈ; 48 જોડી ગંજીપાના, 95 ટોકન અને રોકડ સાથે સાત પકડાયા

20 September 2023 01:59 PM
Morbi
  • મોરબીમાં ઘરમાં ધમધમતી જુગારની કલબ પકડાઈ; 48 જોડી ગંજીપાના, 95 ટોકન અને રોકડ સાથે સાત પકડાયા

આનંદનગર સોસાયટીમાં પોલીસ ત્રાટકી: રૂા.86 હજાર જપ્ત: બાતમીના આધારે પોલીસનો મોટો દરોડો

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.20 : મોરબી બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગર સોસાયટીના રહેણાંક મકાનમાં જુગારની કલબ ચાલુ હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી અલગ અલગ પ્રકારનું લખાણ લખેલા 95 ટોકન, 48 જોડી ગંજીપાના અને રોકડા 86,390 કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બાયપાસ રોડ ઉપર આવેલા આનંદનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નારણભાઈ કાનાબારના રહેણાંક મકાનમાં જુગારની ક્લબ ચાલુ હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાને હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી

ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી દિલીપ નારણભાઈ કાનાબાર, અહેમદ ઉર્ફે કાસમ ઈબ્રાહીમભાઇ જરગેલા, પરેશ મનજીભાઈ કાચરોલા, અશોક પરસોત્તમભાઈ સવેરા, પ્રફુલ વિજયશંકરભાઈ પંડ્યા અને હરેશ નાનાલાલ મહેતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી 48 જોડી ગંજીપાના, અલગ અલગ પ્રકારનું લખાણ લખેલા 95 ટોકન તથા 86,390 રૂપિયા રોકડા કબજે કર્યા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ફિનાઇલ પીધું
ઘૂટું ગામ પાસે આવેલ રામકો સોસાયટીમાં રહેતા ધવલ દીપકભાઈ નિમાવત (25) નામના યુવાને બેઠા પુલ પાસે કોઈ કારણોસર ફીનાઇલ પી ુેતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.

પિતા-પુત્રને ઇજા
મોરબી શહેરના સામાકાંઠે આવેલ કાંતિનગરમાં રહેતા ગનીભાઈ યાકુબભાઈ નોબે (32) અને તેના દીકરા આશિફ ગનીભાઈ નોબે (15)ને મારા મારીમાં ઇજાઓ થઈ હોવાથી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. વધુ તપાસ મોરબી બી ડિવિઝન સ્ટેશન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement