નવી દિલ્હી: બોલીવુડના એવરગ્રીન હીરો તરીકે જાણીતા અનિલકપુરેના નામ તેના અવાજ કે તેની સ્ટાઈલ વિ.નો તેની મંજુરી વગર ઉપયોગ કરવા માટેની અરજી સાંભળશે. અનિલ કપુરે હાઈકોર્ટમાં એક અરજીમાં જણાવ્યું હતું કે તેની અત્યંત મહેનત બાદ તેણે પોતાની આ પ્રતિષ્ઠા અને ખાસીયતો મેળવી છે અને તેની પર્સનાલીટી અને પબ્લીસીટી હકક જળવાવા જોઈએ.
જેથી લોકોએ સોશ્યલ મીડીયા ચેનલ, વેબસાઈટ કે અન્ય પ્રચાર પ્રસાર માધ્યમથી તેના નામ ઉપરાંત તેના શોર્ટ ફોર્મ ‘એકે’, તેના અવાજ, તેની ઈમેજ ઉપરાંત તેની સાથે જે રીતે ‘લખન’, મી.ઈન્ડીયા, નાયક અને તેનો ખાસ શબ્દ ‘જકકાસ’ જે જોડાયેલ છે તેનો તેની સંમતી વગર ઉપયોગ કરવા સામે પ્રતિબંધ માંગ્યો છે.