નવી દિલ્હી: આજે લોકસભામાં મહિલા અનામત ખરડાની ચર્ચા સમયે સોનિયા ગાંધી બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાજપના શશીકાંત દુબેને બોલવા માટે જણાવ્યું તો કોંગ્રેસના સભ્યોએ વિરોધ કરતા કહ્યું કે ગૃહમાં મહિલા સભ્યોને તક મળવી જોઈએ. જો કે આ તકે ગૃહમંત્રી અમીત શાહે દરમ્યાનગીરી કરતા કહ્યું કે કેમ ભાઈઓ તેની બહેનોની ચિંતા કરી શકે નહી! આ ખરડા પર બોલવાનો ભાઈઓનો પણ અધિકાર છે. તેઓએ કહ્યું કે મહિલાઓ અંગે ભાઈઓ પણ ચિંતા કરે છે તે આ દેશની પરંપરા છે.