સરકાર AIનો ઉપયોગ કરીને ગ્રાહકોના વિવાદોને ઉકેલશે

20 September 2023 04:10 PM
India Technology
  • સરકાર AIનો ઉપયોગ કરીને ગ્રાહકોના વિવાદોને ઉકેલશે

કોર્ટમાં પડતર કેસોના નિકાલ માટે કામગીરી ચાલી રહી છે

નવી દિલ્હી,તા.20 : કેન્દ્ર સરકાર દેશની વિવિધ ગ્રાહક અદાલતોમાં પડતર કેસોને ઘટાડવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ પર કામ કરી રહી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. મંત્રાલયે કહ્યું કે AIનો વ્યાપ ઝડપથી વિસ્તરી રહ્યો છે, મંત્રાલય રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા ગ્રાહક કમિશનમાં પેન્ડિંગ કેસ ઘટાડવા માટે તેની સુવિધાઓનો ઉપયોગ કરવા પર પણ કામ કરી રહ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે ઉપભોક્તા કમિશનમાં દાખલ થયેલા કેસોનું AI દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે અને તેનો સારાંશ તૈયાર કરવામાં આવશે.

કેસના સમાધાન માટે અઈં દ્વારા ઘણા વધુ પગલાં પણ લેવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC) ઓગસ્ટમાં 854 કેસ સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યા છે. કમિશન દ્વારા લેવામાં આવેલા સક્રિય પગલાં, સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ અને ઈ-ફાઈલિંગ જેવી અદ્યતન તકનીકને કારણે આ શક્ય બન્યું છે, જેણે કેસોનો પહેલા કરતાં વધુ ઝડપથી નિકાલ કરવામાં મદદ કરી છે. મંત્રાલયે કહ્યું કે, આ ગતિ જાળવી રાખવા માટે વિભાગે ઈ-ફાઈલિંગ દ્વારા કેસ દાખલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

ગૂગલ ચેટબોટ ’બાર્ડ’ ને અન્ય એપ્સ સાથે જોડશે
નવી દિલ્હી: સર્ચ એન્જિન ગૂગલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સંચાલિત ચેટબોટ બાર્ડની પહોંચને વિસ્તૃત કરી રહ્યું છે. તેને મેપ્સ, ડોક્સ અને ડ્રાઇવ જેવી Google એપ્સ સાથે સંકલિત કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ગૂગલે ચેટજીપોટીને ટક્કર આપવા માટે આ પગલું ભર્યું છે. ગૂગલે કહ્યું કે ચેટબોટ બાર્ડ હવે દુનિયાભરની ભાષાઓ અને દેશોમાં ઉપલબ્ધ છે. બાર્ડની ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે Google નકશા, YouTube, હોટેલ્સ અને ફ્લાઇટ્સ વિશે રીઅલ-ટાઇમ માહિતી પણ ઉમેરી રહ્યું છે. ગૂગલે કહ્યું કે આ સેવાઓ પહેલેથી જ સક્રિય હશે, પરંતુ તમે તેને કોઈપણ સમયે બંધ કરી શકો છો.


Related News

Advertisement
Advertisement
Advertisement