આઇસીસી વર્લ્ડકપનું થીમ સોંગ ‘દિલ જશ્ન બોલે’ લોન્ચ : રણવીરસિંહ-ધનશ્રી વર્માએ ગીત પર ડાન્સ કર્યો

20 September 2023 04:55 PM
Entertainment India
  • આઇસીસી વર્લ્ડકપનું થીમ સોંગ ‘દિલ જશ્ન બોલે’ લોન્ચ : રણવીરસિંહ-ધનશ્રી વર્માએ ગીત પર ડાન્સ કર્યો

ગીતનું સંગીત બોલિવુડના સંગીતકાર પ્રિતમે તૈયાર કર્યું

મુંબઇ, તા. 20

ભારતમાં રમાનાર વર્લ્ડ કપ-2023ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, દરમિયાન આઇસીસીએ વર્લ્ડ કપ માટે થીમ સોંગ લોન્ચ કરી દીધું છે.ક્રિકેટ કાઉન્સીલે આ મેગા ટુર્નામેન્ટનું થીમ સોંગ લોન્ચ કરી ફેન્સને ખુશ કર્યા છે. આ મજેદાર થીમ સોંગનું નામ દિલ જશ્ન બોલે રાખવામાં આવ્યું છે. આ થીમ સોંગનું સંગીત મ્યુઝીક ડાયરેકટર પ્રીતમે આપ્યું છે.

આ થીમ સોંગ પર રણવીરસિંહ ટ્રેનમાં ડાન્સ કર્યો છે. વન-ડે, વર્લ્ડ કપ-2023 માટે જાહે થયેલ આ ગીતની શરૂઆતમાં બોલીવુડ સ્ટાર રણવીરસિંહ એક બાળકને અસલી ક્રિકેટ ફેન હોવાનું મહત્વ બતાવે છે ત્યારબાદ ટ્રેનની અંદર જ જોરદાર ડાન્સ કરે છે. વિડીયોમાં સંગીતકાર પ્રીતમને પણ ટ્રેનની છત પર ગિટાર વગાડતો દેખાડવામં આવ્યો છે. આ સિવાય કોમેન્ટેટર જતિન સપ્રુ પણ આ ગીતમાં જોવા મળે છે. આ થીમ સોંગમાં ભારતીય મ્યુઝીકની સાથે સાથે ડીજેની ધુન પણ જોડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપના આ થીમ સોંગ શ્ર્લોક લાલ અને સાવરી વર્માએ લખ્યું છે જયારે નકશ અઝીજ, શ્રીરામ ચંદ્રા, અમિત મિશ્રા, જોનીતા ગાંધી, આકાશ અને ચરણે ગાયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement