રાજકોટ,તા.20
રાજકોટના હિરાસર નજીક નવુ ગ્રીન ફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થતા હાલ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ગોવા, પુના, ઉદેપુર, ઈન્દોર જેવા મેટ્રો શહેરને જોડતી હવાઈ સેવાથી રાજકોટના વેપાર-ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને વેંગ મળ્યો છે એરપોર્ટની હવાઈ સેવામાં સવારે વધુ એક દિલ્હીની ફલાઈટ સેવા આગામી દિવસોમાં શરૂ થનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે.ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એર ઈન્ડિયાએ સેવાનો વ્યાપ વધારવા આગામી વિન્ટર શિડયુલમાં વહેલી સવારે વધુ એક દિલ્હીની ફલાઈટનો ઉમેરો કરશે.
હાલમાં એર ઈન્ડિયાની સેવા દિલ્હી-મુંબઈની બપોર બાદ એક-એક ફલાઈટનું સંચાલન થયું છે. હવે સવારની એક વધુ દિલ્હીની ફલાઈટનો આગામી દિવસોમાં ઉમેરો થશે.એરપોર્ટની અસુવિધાઓને ઉકેલ આવવા લાગ્યો છે ઈન્ટરનેશનલ એરપોર્ટમાં પાણીની અછતને દુર કરવા મોરબીની મચ્છુ પાઈપ લાઈન યોજનામાંથી નવા ઈન્ટરનેશનલને જોડાણ આપવામાં આવશે.જેથી પાણીની સમસ્યા દુર થશે.હાલ ઈન્ટરનેશનલ એરપોર્ટના તમામ પ્રશ્ર્નો સોલ્વ થયા છે તમામ પ્રકારની સુવિધાથી એરપોર્ટ સજ્જ થતા મુસાફરોમાં આનંદ છવાયો છે.