ચેન્નાઈ તા.20 : સનાતનને બિમારી કહી વિવાદ ઉભો કરનાર તમિલનાડુનાં રમત ગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલીને ફરી સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે.તેમણે જણાવ્યું હતું કે સમાજમાંથી આભડછેડ ખતમ કરવી હશે તો સનાતન ધર્મને ખતમ કરવો પડશે. સ્ટાલીન તમિલનાડુનાં રાજયપાલ આરએન રવિના નિવેદનનો પલટવાર કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજયપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દુર્ભાગ્યે આપણા સમાજમાં કેટલાંક ભેદભાવ છે. એક મોટા જુથનાં ભાઈ બહેનોને સમાનતાની નજરે નથી જોવામાં આવતા. આવુ કરવા માટે હિન્દુ ધર્મમાં કયાંય નથી કહેવામાં આવ્યું આ એક સામાજીક બુરાઈ છે અને નિશ્ર્ચિત રીતે તે ખતમ થવી જોઈએ રાજયપાલ આરએન રવિના આ નિવેદન પર પલટવાર કરતા ઉદયનિધિએ કહ્યું હતું કે જાતિગત ભેદભાવ સમાપ્ત કરવા માટે સનાતન ધર્મને ખતમ કરવો જોઈએ જો સનાતન નષ્ટ થઈ ગયો તો આભડછેટ જ નહીં રહે.