શાહરૂખખાનની ‘ડંકી’ ફિલ્મ ક્રિસમસ ઉપર રીલિઝ કરાશે

20 September 2023 05:08 PM
Entertainment
  • શાહરૂખખાનની ‘ડંકી’ ફિલ્મ ક્રિસમસ ઉપર રીલિઝ કરાશે

જવાનની સફળતા માણી રહેલા સુપર સ્ટારે ખૂદે જાહેરાત કરી

મુંબઈ,તા.20 : બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન હાલ તેની ફિલ્મ જવાનની સફળતાને માણે છે. જવાન ફિલ્મ કમાણીની બાબતમાં રોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. જવાન ફિલ્મની સફળતાને લઈને શુક્રવારે શાહરુખ ખાને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. સાથે જ તેને એક ઈવેન્ટ હોસ્ટ કરી હતી. જેના માધ્યમથી શાહરુખ ખાનના ફેન્સને વધુ એક સરપ્રાઈઝ મળી છે.

આ ઈવેન્ટમાં શાહરૂખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મ ડંકી ની રિલીઝ ડેટ અનાઉન્સ કરી હતી. એટલે કે વર્ષ 2023માં શાહરુખ ખાનની ત્રીજી ફિલ્મ પણ રિલીઝ થવાની છે.શાહરુખ ખાનના જણાવ્યા અનુસાર ડંકી ફિલ્મ ક્રિસમસ 2023 પર રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી ડંકી ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ કરી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે તાપસી પન્નૂ જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ પર સિનેમાઘરોમાં રિલીઝ થાય તેની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

આ અનાઉન્સમેન્ટ સાથે શાહરુખ ખાન એકમાત્ર એવો સ્ટાર બની ગયો છે જેની બ્લોકબસ્ટર ફિલ્મો એક વર્ષમાં રિલીઝ થઈ હોય. વર્ષની શરૂઆતમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ હતી.. જેને પણ જોરદાર સફળતા મેળવી અને કમાણી કરી છે. ત્યાર પછી જન્માષ્ટમી પર જવાન ફિલ્મ રિલીઝ થઈ હતી. જે પણ બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. અને હવે વર્ષના અંતે એટલે કે ક્રિસ્મસ પર ડંકી ફિલ્મ રિલીઝ થશે. ટૂંકમાં કહીએ તો વર્ષ 2023માં બોક્સ ઓફિસ પર શાહરુખ ખાનનો દબદબો રહેવાનો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement