મુંબઈમાં ફિલ્મસીટીમાં શુટીંગ દરમિયાન લાઈટમેનનું વીજશોક લાગતા મૃત્યુ

20 September 2023 05:15 PM
Entertainment
  • મુંબઈમાં ફિલ્મસીટીમાં શુટીંગ દરમિયાન લાઈટમેનનું વીજશોક લાગતા મૃત્યુ

સિરિયલ ‘ઈમલી’ના શુટીંગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના : જવાબદારો સામે પગલા લેવા અને મૃતકના પરિવારને 50 લાખનું વળતર આપવા કામદાર યુનિયનની માંગ

મુંબઈ તા.20 : અત્રે ફિલ્મસીટીમાં ફરી એકવાર એક સીરીયલના શુટીંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સ્ટાર પ્લસની સીરીયલ ‘ઈમલી’ના શુટીંગ વેળા વીજ શોક લાગતા ગોરખપુરના લાઈટમેન મહેન્દ્ર યાદવનું મોત થયું છે. આ દુર્ઘટનાને પગલે વિવાદ જાગ્યો છે અને ધડક કામદાર યુનિયને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેને જવાબદારો સામે કેસ દાખલ કરવા અને મૃતકના પરિવારને 50 લાખનું વળતર આપવા માંગણી કરી છે. તેમણે સીરિયલની નિર્માતા ગુલખાન, પ્રોડકશન હાઉસ ફોર લાઈન ફિલ્મ્સ અને સ્ટાર પ્લસ સામે કેસ દાખલ કરવાની માંગ કરી છે. તેમણે ફિલ્મસીટીના મેનેજીંગ ડાયરેકટરના રાજીનામાની માંગ કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement