મુંબઈ: ગઈકાલે દેશભરમાં ગણેશ ચતુર્થીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી અનેક લોકોએ તેમના ઘેર ગણપતિ ભગવાનની સ્થાપના કરી છે.ત્યારે ભારતીય ટીમના ક્રિકેટરોએ તેમના ઘેર ગણપતિ ભગવાનને બિરાજમાન કરી ગઈકાલે પૂજા અર્ચના કરી હતી.
સચીન તેંડુલકર, રોહીત શર્મા, વિરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી, શિખર ધવન સહિતનાં ખેલાડીઓએ તેમનાં ઘરે ગણપતિ ભગવાનના દર્શનના ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા.