મુંબઈ: બોલિવુડની ફિલ્મોમાં ગણેશોત્સવ હોટ ફેવરીટ છે ભૂતકાળમાં ‘ટકકર’, ‘હમ સે બઢકર કૌન’ જેવી ફિલ્મોનાં ગણપતિ ઉત્સવ-શોભાયાત્રાના ગીતો લોકપ્રિય થયા હતા. આવી કેટલીક ફિલ્મોને યાદ કરીએ તો 1999 માં આવેલી ફિલ્મ ‘વાસ્તવ’નું ગીત સિંદુર લાલ ચડાયો, લોકપ્રિય થયુ હતું. પારંપારીક મરાઠી ગીતને રવિન્દ્ર સાઠેએ સ્વર આપ્યો હતો. વર્ષ 2005 માં આવેલ ‘વિરૂદ્ધ’ ફિલ્મનું ગીત ‘શ્રીગણેશ ધીમ હી’ લોકપ્રિય થયુ હતું.
જેને સ્વર શંકર મહાદેવને આપ્યો હતો. આ ઉપરાંત શાહરૂખખાન સ્ટારર વર્ષ 2006 માં આવેલી ફિલ્મ ‘ડોન’ ‘મોરીયા રે..’ગીત લોકપ્રિય થયુ હતું જેને શંકર મહાદેવને સ્વર આપ્યો હતો. વર્ષ 2012 માં ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ ‘અગ્નિપથ’ નું ગી ‘દેવા શ્રી ગણેશા’ જબરજસ્ત લોકપ્રિય થયુ હતું.
આ ઉપરાંત ફિલ્મ ‘એબીસીડી’ નુ ગીત ગા ગા ગા ગણપતિ ‘બાજીરાવ મસ્તાની’નું ગીત ગજાનના, ‘જુડવા’નું ગીત ‘સુનો ગણપતિ બાપા મોર્યા’લોકપ્રિય થયા હતા.ગણેશ ચતુર્થી ગીત બોલીવુડની ફિલ્મોમાં લોકપ્રિય રહ્યા છે.