રાજકોટ, તા.20 : શહેરના જાણીતા એડવોકેટ શામજીભાઈ શેખડાએ આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી તેમના પરીવાર માટે મોટી રકમનું પ્રીમીયમ ભરી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસી લીધી હતી. વીમા પોલીસી અનુસાર પરીવારના સભ્યોને બીમાર પડે તો તેના સારવારનો ખર્ચ રૂ.પ લાખ સુધીની હેલ્થ ઈન્સ્યોરન્સની 2કમ મળવા પાત્ર થાય.
દરમિયાન શામજીભાઈના પત્ની બીમાર પડતા અને તેની સારવારનો ખર્ચ થતા ખર્ચની રકમ રૂ.1,99,152 મળવા કલેઈમ કરેલ. વીમા કંપનીએ આ વીમા કલેઈમ દર્દીને હાઈપરટેન્શનની બીમારી હોવાનું કલેઈમ લેતી વખતે જાહેર કરેલ નથી તેવુ જણાવી કલેઈમ નામજુર કર્યો હતો. વીમા કંપની સામે શામજીભાઈએ એડવોકેટ નિલેશ પટેલ મારફત રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ ફરીયાદ કરી હતી. જેમાં દલીલ કરાઈ હતી કે, હાઈપરટેન્શન લાઈફ સ્ટાઈલ બીમારી ગણાય. સુપ્રીમ કોર્ટ અને નેશનલ કમીશનના વિવિધ ચુકાદાઓથી સ્થાપીત થયેલ છે કે,
હાઈપરટેશન્શન અને ડાયાબીટીસ લાઈફ સ્ટાઈલ બીમારી છે. દર્દીને કમરના દુ:ખાવાના કારણે સ્પાઈનનુ ઓપરેશન કરાવવામા આવેલ છે. જે બીમારી હાઈપરટેન્શનને કારણે થયેલ ન હોય, ક્લેઇમ નામંજુર કરી શકાય નહીં. દલીલો ધ્યાને લઇ ક્લેઇમની 2કમ વસુલ થતા સુધીના 6 ટકા વ્યાજ સાથે બે માસમાં ચૂકવવા ગ્રાહક કોર્ટે હુકમ ફરમાવેલ હતો. શામજીભાઈ શેખડા તરફે આ ફરીયાદમાં એડવોકેટ નિલેશ જી. પટેલ, નિકુંજબેન બુસા (સાકરીયા), મુકેશ જરોલી તથા સહાયક તરીકે રેખાબેન ઓડેદરા રોકાયેલા હતા.