કેનેડામાં રહેતા સવા લાખ ગુજરાતી વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતામાં

21 September 2023 10:50 AM
Gujarat India World
  • કેનેડામાં રહેતા સવા લાખ ગુજરાતી વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતામાં

◙ ખાલિસ્તાની આતંકીના મોત બાદ સંબંધો વણસતા....

◙ કથળેલા રાજદ્વારી સંબંધો વચ્ચે ભારત સરકાર કેનેડા જતા ભારતીયો માટે એડવાઇઝરી બહાર પાડી

ન્યુ દિલ્હી, તા.21
ભારતની રાજધાની દિલ્લીમાં યોજાયેલી જી20 સમિટ બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં થોડી ખટાશ આવી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો જી20માં એક મંચ પર એક સાથે હતા. જોકે, આ સમિટ બાદ ખાલિસ્તાની આતંકીના મોતને લઈને અચાનક સંબંધો જાણે બદલાયેલા બદલાયેલાં લાગી રહ્યાં છે. બન્ને દેશોએ એકબીજાના રાજદૂતો હકાલપટ્ટી કરી છે અને ટ્રાવેલ કરવા એડવાઈઝરી બહાર પાડી છે.

કેનેડા અને ભારત વચ્ચે હાલ કથળેલા રાજદ્વારી સંબંધો વચ્ચે ભારત સરકારે બુધવારે કેનેડા જનારા ભારતીયો માટે સાવચેતી દાખવવાની સલાહ આપતી એડવાઈઝરી પ્રસિદ્ધ કરતાં અત્યારે જેમના સંતાનો કેનેડામાં ભણી રહ્યા છે અથવા સગાં-સંબંધી કેનેડામાં રહે છે તેવા ગુજરાતીઓમાં થોડીક ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

એક અંદાજ મુજબ, દર વર્ષે ગુજરાતમાંથી 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ કેનેડાની જુદી જુદી યુનિવર્સિટી-કોલેજમાં અભ્યાસ માટે જાય છે. આ ઉપરાંત, વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓના પરિજનો પણ અંદાજે તેમની મુલાકાતે ત્યાં જતા હોય તેઓ પણ હવે કમ સે કમ વિચારણા કરતા થયા હોવાનું મનાય છે.

ચાલુ વર્ષે આખા વર્લ્ડમાંથી અંદાજે 9 લાખ જેટલા વિદ્યાર્થીઓએ કેનેડાની જુદી જુદી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાથી 1 લાખ 85 હજાર એટલે કે, 20 ટકા જેટલા વિદ્યાર્થી માત્ર ભારતનાં છે. ભારતમાંથી સૌથી વધુ પંજાબ અને હરિયાણામાથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement