રેલવેમાં દુર્ઘટના વળતર ડબલ કરાયું

21 September 2023 11:16 AM
India
  • રેલવેમાં દુર્ઘટના વળતર ડબલ કરાયું

કોઈપણ એકસીડેન્ટમાં મૃતકના પરિવારને રૂા.10 લાખ: અન્ય વળતરમાં પણ વધારો: તા.18 થી જ લાગુ

નવી દિલ્હી: ભારતીય રેલવેએ દુર્ઘટના કે પછી કોઈ માનવ સર્જીત કાર્યના કારણે રેલવેના પ્રવાસીઓને અપાતા વળતરમાં 10 ગણો વધારો કર્યો છે જે માનવયુક્ત લેવલ ક્રોસીંગ હોય તેમાં રેલવેની જવાબદારીમાં કોઈ દુર્ઘટના થાય તો તેના માટે વળતર હવે ડબલ થશે. આ પરિપત્ર તા.18 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે. રેલવેએ અગાઉ 2012 તથા 2013માં વળતરની રકમમાં વધારો કર્યો હતો.

રેલવે દુર્ઘટના કે રેલવેમાં કોઈ અપ્રીય ઘટના બને તો તેના માટે હવે ડબલ વળતર મળશે. આ અંગેના એક પરિપત્ર મુજબ સમાનવ લેવલ કોચીંગ- માર્ગ પરના ફાટકમાં રેલવેની જવાબદારી સાથે કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થાય તો મૃતકના પરિવારજનને હવે રૂા.3 લાખ મળશે તથા ગંભીર સ્વરૂપે આપણને રૂા.2.5 લાખ મળશે તથા સાધારણ ઈજામાં રૂા.50000 મળશે. અગાઉ આ રકમ અડધી હતી

તો રેલવેમાં કઈ અપ્રિય ઘટના બને તો તેમાં મૃતકના પરિવારને રૂા.1.5 લાખ ગંભીર ઘાયલને રૂા.50000 તથા સામાન્ય ઈજામાં રૂા.5000 મળશે. આ ઘટનામાં આતંકવાદી હુમલા કે અન્ય કોઈ હિંસક હુમલો લુટ-ધાડ કે કોચમાં કોઈ ચોર કે અન્ય ઘુસે અને પ્રવાસની સામે હિંસાનો ઉપયોગ કરે તો આ વળતર મળશે તથા જો તેમાં ઘાયલને 30 દિવસથી વધુ હોસ્પીટલમાં રહેવાની ફરજ પડે તો વધારાની રકમ પણ મળશે. જેમાં દરેક 10 દિવસમાં પ્રતિ દિન રૂા.3000 મળશે.

જાદુગરી; મુસાફર ભાડા વધારા વગર પણ ટિકીટ કમાણી રૂા.2800 કરોડ વધી
નવી દિલ્હી: માહિતીના અધિકાર હેઠળની એક અરજીના જવાબમાં રેલવેએ સ્વીકાર્યુ છે કે મુસાફર ભાડામાં કોઈ સીધા વધારા વગર જ વર્ગીકરણ કે વ્યાખ્યા ફેરવીને રેલવેએ રૂા.2800 કરોડની કમાણી કરી છે. છેલ્લા સાત વર્ષમાં રેલવેના ભાડામાં કોઈ વધારો થયો નથી પણ રેલવેએ નિયમો બદલાવીને તથા અન્ય રીતે વધુ ભાડાવાળા કોચ વધાર્યા છે. 2022/23માં આ કમાણી રૂા.560 કરોડની હતી જે વર્ષ રેલવેને સૌથી લાભદાયક પુરવાર થયુ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement