જીલ્લા સ્તરની પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટીનું શું થયું? હાઈકોર્ટ

21 September 2023 11:18 AM
Ahmedabad Gujarat
  • જીલ્લા સ્તરની પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટીનું શું થયું? હાઈકોર્ટ

♦ પોલીસ સામેની ફરિયાદ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અલગ ઓથોરીટી રચાવા અંગે પુછાણ

♦ પ્રજા પાસેથી ‘તોડ’ કરતા અને ગેરકાનુની રીતે હેરાન-પરેશાન કરતા પોલીસ સામે ફરિયાદનું ખાસ તંત્ર- હેલ્પલાઈન રચવામાં હજુ ‘પ્રગતિ’ ની રાહ

અમદાવાદ: કાનુન પાલન માટે જવાબદાર પોલીસદળમાં જવાનો અને અધિકારીએ જ અનેક વખત નાગરિકોને એક યા બીજી રીતે ગેરકાનુની રીતે પરેશાન કરે કે તેની પાસેથી પૈસા પડાવે તેવી રાજયમાં વધતી જતી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશ મુજબ પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટી દરેક જીલ્લા સ્તરે રચવાના રાજય સરકાર કયા તબકકે છે તે ગુજરાત હાઈકોર્ટ પુછતા રાજયનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

અથડામણમાં એરપોર્ટથી પરત ફરતા એક યુગલને ખોટી રીતે પરેશાન કરીને રૂા.60000 પડાવ્યા હતા. આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થતા હાઈકોર્ટે રાજય સરકારને પોલીસ સામેની ફરિયાદ માટે ઓથોરીટી રચવા જે સુપ્રીમ કોર્ટનો આદેશ હતો તેનું સ્ટેટસ આપવા આદેશ આપ્યો હતો જેમાં એક હેલ્પલાઈન નંબર જે પોલીસ સામે ફરિયાદ માટે ખાસ સ્થાપવાની ભલામણ હતી તે અંગે પણ સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે તમામ રાજય સરકારોને જીલ્લા મથક પર પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટી રચવા આદેશ આપ્યો હતો અને તેમાં સંકલન માટે એક રાજય કક્ષાની ઓથોરીટી પણ રચવી જરૂરી બનશે. ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે આ અંગે રાજય સરકારને શુક્રવાર સુધીમાં અહેવાલ આપવા જણાવ્યું હતું. અમદાવાદ પોલીસના ટ્રાફીક બ્રાન્ચના બે જવાનો જે ટ્રાફિક બ્રિગેડના હતા તેઓએ બોપલના યુગલ પાસેથી રૂા.60000 પડાવ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement