ઉપલેટાની કટલેરી બજારમાં સિકકા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના

21 September 2023 11:19 AM
Dhoraji
  • ઉપલેટાની કટલેરી બજારમાં સિકકા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના

દર્શન અને આરતીનો મોટી સંખ્યામાં લાભ લેતા ભાવિકો

(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા,તા.21

ઉપલેટામાં કટલેરી બજાર સ્થિત સીકકા ગ્રુપ વર્ષો થી કાર્યરત છે. ગત વર્ષો દરમ્યાન કોરોના વાઈરસની કપરી પરિસ્થિતી વેળ એ જયારે લોકો ધર ની બહાર કે પોતાના સ્નેહીજનોના ઈલાજ અથવા અંતીમ ક્રિયા વેળાએ તેઓને હાથ આપતા ડરતા હતા તે દરમ્યાન સીકકા ગ્રુપના યુવાનોએ શહે2માં કોરોના થી મૃત્યુ પામેલા લોકોની અંતીમક્રિયા કરી સમાજમાં માનવતાનું ઉદાહરણ પુરુ પાડેલ હતું.આવી રીતે આ સીકકા ગ્રુપ અનેકવિધ કાર્યપધ્ધતી થી ઉપલેટા શહેરમાં જુનુ અને જાણીતું માનવામાં આવી રહયું છે. ત્યારે અત્યારના સમયે શહેરમાં ઠેર ઠેર ગણપતીજીની સ્થાપના અને પુજન અર્ચન કરવામાં આવી રહયું છે.

આ દરમ્યાન કટલેરી બજાર ખાતે સીકકા ગ્રુપ આયોજીત ઈકો ફ્રેન્ડલી ગણપતીજીની સ્થાપના કરવામાં આવેલ છે. આ ગણપતીનું વિદ્યાર્થીઓની યુઝફુલ વસ્તુઓ કે જેવી પેન્સીલ, રબ્બર, બોલપેન તથા સ્કેચ પેન થી બનાવવામા આવેલ છે. અન વિસર્જન વેળાએ ઈકો ફ્રેન્ડલી ગણપતીમાં વાપરવામાં આવેલી તમામ વસ્તુઓનું વિતરણ વિદ્યાર્થીઓમાં કરવામાં આવશે ઉપલેટા શહેરમાં આવી યુઝફુલ વસ્તુઓ માંથી બનાવવામાં આવેલ ગણપતીજી એકમાત્ર હોવાથી આકષેનું કેન્દ્ર બનેલ છે. તેથી શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શન તથા આરતી લાભ લઈ રહયા છે. જેમની તસ્વીરી ઝલક આ સાથે સામેલ છે.


Advertisement
Advertisement
Advertisement