બૈરુત (લખનોન)તા.21 : લેબેનોનમાં અમેરિકી દુતાવાસની બહાર અજાણ્યા શખ્સ દ્વારા ફાયરીંગ થયું હતું. જો કે કોઈને ઈજા નથી થઈ બુધવારે મોડી રાત્રે બેરૂતમાં યુએસ એમ્બેસીની બહાર એક અજાણ્યા બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો.દૂતાવાસના પ્રવક્તા જેક નેલ્સને એક નિવેદનમાં જણાવ્યું હતું કે "પ્રવેશદ્વારની આસપાસના વિસ્તારમાં નાના હથિયારો દ્વારા ફાયરિંગની જાણ કરવામાં આવી હતી, ત્યાં કોઈ ઈજા થઈ નથી, અને અમે સૌ સુરક્ષિત છે," તેણે કહ્યું. "અમે લેબનોનના કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ."