રાજકોટ,તા.21 : દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને બમ્પર ગિફ્ટ મળી શકે છે. કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. આ વખત કર્મચારીઓના DAમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. હાલના સમયમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને 42 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવી રહ્યું છે.
જેમાં 3 ટકા વધારા બાદ આ 45 ટકા પર પહોંચ જશે. દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શન હોલ્ડર્સને ખુશખબરી મળી શકે છે. ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યા અનુસાર આ વખતે જો DA વધશે તો તેમાં ત્રણ ટકા વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે અમે DAમાં ચાર ટકા વધારાની માંગ કરી રહ્યા છીએ.
જો સરકાર તેને માની જાય તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધીને 46 ટકા થઈ જશે. જો કોઈ કર્મચારીને દર મહિને 36,500 રૂપિયા બેસિક પે મળે છે તો પણ તેનું DA 15,330 રૂપિયા છે. જો જુલાઈ 2023થી DAમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવે છે તો તેનું DA 1,095 રૂપિયા વધીને 16,425 રૂપિયા થઈ જશે. સાથે જ જુલાઈથી એરિયર પણ મળશે. કેન્દ્ર સરકારે કોરોના કાળમાં પોતાના કર્મચારીઓને 18 મહિના એટલે કે એક જાન્યુઆરી 2020થી 30 જૂન 2021ની વચ્ચે DAની ચુકવણી નથી કરી.
આજ રીતે પેન્શરન્સને પણ આ સમયમાં મોંઘવારીથી રાહત એટલે કે DAનું પેમેન્ટ નથી કરવામાં આવ્યું. તેનો હેતુ સરકાર પર પડતા ફાઈનાન્શિયલ બોજને ઓછુ કરવાનો હતો. તેના નિર્ણયના કારણે સરકારને 34,402.32 કરોડ રૂપિયાની બચત થઈ હતી. કર્મચારીઓ લાંબા સમયથી તેની ચુકવણીની માંગ કરી રહ્યા હતા. પરંતુ આજે સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે તેની ચુકવણી નહીં કરવામાં આવે. નાણમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી.