સાવરકુંડલા,તા.21
સાવરકુંડલામાં સદ્દભાવના ગ્રુપ દ્વારા ભવ્ય આગમન શોભાયાત્રા કાઢવામાં આવી હતી.સદ્દભાવના ગ્રુપ દ્વારા આજે ગણપતિ બાપ્પા મોરીયા , જય ગણેશ ના નાદ સાથે વાજતે ગાજતે વિધ્નહર્તા શ્રી ગણેશજી ની આગમન શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 251 દીકરીઓ દ્વારા કળશ યાત્રા યોજવામા આવી હતી. ત્યાર બાદ જે વી મોદી હાઈસ્કૂલ મેદાન માંપ પૂ ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ) દ્વારા દાદા નું પૂજન કરી સ્થાપન કરવામાં આવ્યું હતું.આ ગણેશ મહોત્સવ દરમિયાન રોજ શૃંગાર, છપ્પનભોગ, સહિત વિવિધ અલગ અલગ પ્રકાર ના દર્શન સહિત ધાર્મિક - સામાજીક કાર્યક્રમો યોજવામાં આવશે.