રાજકોટ, તા. 21
તપસમ્રાટ પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના કૃપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવન શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ! રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવની જન્મ ર6 સપ્ટેમ્બર, 1971ના નાગપુરથી રત્નકુક્ષીણી માતા શ્રી પુષ્પાબેન કનૈયાલાલ ભાયાણીની કુક્ષીએ થયો હતો. બહુ જ નાનપણથી દૈવી શકિતને અનુભવનારા અને અનુસરનારા મહાવીરને 18 વર્ષની વયે સંકેત પ્રાપ્ત થયો, તારૂ આયુષ્ય અલ્પ છે, જે કરવું હોય તે કરી લે. પૂર્વ ભવોની સાધના અને સંકેતથી જાગૃત થયા અને ર1 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી દીક્ષા લઇ બની ગયા. પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ અને સફર શરૂ થઇ તિન્નાણં તારયાણંની!
સંયમ જીવનના પ્રથમ પાંચ વર્ષ મરજીવા બની આત્માના અતલ ઉંડાણ સુધી જઇ, સ્વનું સંશોધન કર્યુ અને જૈન આગમ ગ્રંથોના એક-એક રહસ્યોને ઉકેલ્યા. ભેદજ્ઞાનની અનુભૂતિ કરી સ્વયં એ તો સત્યનું રિયલાઇઝેશન કર્યૂ અને કોને કરાવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, ચેન્નઇ, કોલકતા આદિ મહાનગરો અને દેવલાલી, ચીંચણ, પરમધામ જેવી આધ્યાત્મિક અને પાવનભૂમિ અને કચ્છના પુનડી જેવા નાનકડા ક્ષેત્રોમાં એક એકથી શ્રેષ્ઠ અને આત્મલક્ષી ચાતુર્માસ કર્યા. અનેક આત્માઓની સુશુપ્ત ચેતનાને જાગૃત કરી, યુવા વર્ગના મિત્ર અને રાહબર બની એમને સત્યના માર્ગે લાવ્યા. જૈન સમાજ, સંઘ અને રાષ્ટ્રને ઉન્નત કરવા અને એક આદર્શ, વિનયી અને સમજુ ભાવિ સમાજનું નિર્માણ કરવા, સેવા, સાધના અને સમર્પણતા દ્વારા યંગસ્ટર્સના હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ અને ભકિત પ્રગટાવવા અર્હમ યુવા સેવા ગ્રુપની પ્રેરણા કરી. આજે દેશ-પરદેશમાં પપથી વધુ શાખાઓમાં હજારો જૈન-અજૈન યંગસ્ટર્સ એમાં જોડાયા છે અને માનવતા અને જીવદયાના સત્કાર્યો સાથે સ્વયંના આત્માને પ્રતિ દિન વન સ્ટેપ અપ લઇ જઇ રહ્યા છે.
બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરવા લુક એન લર્ન જૈન જ્ઞાનધામની પ્રેરણા કરી લાખો બાળકોના પ્રેરણા દાતા બન્યા આજે દેશ-વિદેશમાં એની 99થી વધુ શાખાઓ હજારો જૈન-અજૈન બાળકો જૈનત્વના સંસ્કાર અને નૈતિક ગુણોથી સમૃધ્ધ બની રહ્યા છે. આમાંથી અનેક પુણ્યાત્માઓએ રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના શરણમાં દીક્ષા અંગીકાર કરી છે. જિનશાસનની શાન વધારી રહ્યા છે.
પર વર્ષની ઉંમર અને 3ર વર્ષની દીક્ષા પર્યાયવાળા પરમ ગુરૂદેવે 57 જેટલા પુણ્યાત્માઓને દીક્ષાના દાન આપી. દાનેશ્ર્વરીના પદ સન્માનથી સન્માનિત તો થયા પણ એથી વિશેષ એમણે એમના સાધુત્વની સાર્થકતાનું અનુપમ દર્શન કરાવ્યું છે.
મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના અજપા જાપ અને ઉત્કૃષ્ટ સાધના સાથે એને આત્મસાત કરી એમણે પ્રાપ્ત કરેલ સિધ્ધિ અને લબ્ધિઓ લાખો જૈન-અજૈનતરો માટે મહાઉપાસક બની છે.
રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવની આજની રિધ્ધિ, સિધ્ધિ, પ્રસિધ્ધિ, લબ્ધિ અને ઉપલબ્ધિ પાછળ એમના ભવોભવના સંસ્કાર અને સાધના છે, આ ભવની ઉત્કૃષ્ટ આરાધના, પરમાત્મા અને અસીમ ઉપકારી ગુરૂદેવ પ્રત્યેની નિ:શંક શ્રધ્ધા, ભકિત અને સમર્પણતા છે તો સાથે-સાથે અલ્પ સમયમાં અધિક કાર્યો કરવા અને વધુને વધુ ભાવિકોને પ્રભુ બોધથી ભાવિત કરવાના લક્ષ સાથેનો પ્રબળ પુરૂષાર્થ છે.
લાઠીમાં મહાવીર નામે જન્મેલા અને સામાન્ય પરિવારમાં ઉછરેલા એક સામાન્ય યુવાન આજે ઉત્કૃષ્ટ સાધના, પ્રબળ પુરૂષાર્થ અને આત્મસિધ્ધિના લક્ષ્ય સાથે અસાધારણ પ્રતિભાના ધારક, આત્મ ઉંચાઇને પામેલા, જ્ઞાન જયોર્તિધર, મહાપ્રભાવક પરમ ગુરૂદેવ તરીકે દેશ-પરદેશમાં ખ્યાતિ પામ્યા છે.