જસદણની સાણથલી જુથ સેવા સહકારી મંડળીની 67 મી વાર્ષિક સાધારણ સભા મળી

21 September 2023 11:38 AM
Jasdan
  • જસદણની સાણથલી જુથ સેવા સહકારી મંડળીની 67 મી વાર્ષિક  સાધારણ સભા મળી

મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, યાર્ડ ચેરમેન તોગડીયાની ઉપસ્થિતિ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.21

શ્રી સાણથલી જુથ સેવા સહકારી મંડળી લી. ની 67 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સાધારણ સભામાં જસદણ તેમજ વિંછીયા બંને તાલુકાના સહકારી આગેવાનો તેમજ રાજકીય આગેવાનો પક્ષ સંગઠનના આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને ગરિમા અપાવી હતી. આ કાર્યક્રમમાં જેતપુરનાં ધારાસભ્ય તેમજ શ્રી રાજકોટ ડીસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટ ડીસ્ટિક બેંકનાં ડિરેકટર, ગુજરાત રાજ્ય સહકારી સંધનાં માનદ મંત્રી, જસદણ માર્કેટીંગ યાર્ડ નાં ચેરમેન અને સાણથલી મંડળીના પ્રમુખ અરવિંદભાઈ તાગડીયા, રાજકોટ ડેરીનાં ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા , ડેરીનાં પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, રા.ડી.બેંકના મેનેજર લોન્સ શ્રી રાદડિયા, શ્રી રા.ડી.બેંક નાં મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ખાટરીયા, વિંછીયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ કે. જોગરાજીયા, જસદણ તાલુકા ખરીદ વેચાણ સંઘનાં ચેરમેન કાળુભાઈ તલાવડીયા, જસદણ, વિંછીયા બંને યાર્ડનાં ડિરેક્ટરશ્રીઓ, બંને તાલુકાની સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને શ્રી સાણથલી જુથ સેવા સહકારી મંડળીનાં વ્યવસ્થાપક કમિટી અને 2350 જેટલા સભાસદશ્રીઓની વિશાલ સંખ્યાની હાજરીમાં આ સભા નું આયોજન કરવામાં આવેલ હતું.

અરવિંદભાઈ તોગડીયા દ્વારા મંડળી નાં હિસાબો તથા પ્રવૃતિઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. બેંક અને મંડળી તેમજ સરકારની યોજનાઓ થકી સંયુક્ત રીતે ટોટલ 18,00,000(અઢાર લાખ) જેટલું વિમા કવચ પુરૂ પાડવામાં આવે છે તેની જાણકારી આપી અને શ્રી સાણથલી મંડળીએ 31-03-2023 નાં વર્ષ માં રૂ. 85,00000 (પંચાસી લાખ) જેવી માતબર રકમ નો ચોખ્ખો નફો કરેલ છે તેમ જણાવેલ હતું. તેમાંથી સરકાર શ્રી નાં નિયમન નાં કારણે 20 % નફો સભાસદશ્રીઓ ને આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હર્ષદભાઈ કાકડીયા (ઝોનલ ઓફિસર જસદણ, વિંછીયા રા.ડી.બેંક) અને આભાર દર્શન પ્રવીણભાઈ રોહડિયા દ્વારા કરવામાં આવેલ હતું.


Advertisement
Advertisement
Advertisement