એર ઈન્ડિયાના A350 એરક્રાફ્ટ ફ્લીટના ચીફ પાયલોટ કેપ્ટન સંદીપ ગુપ્તાનું ડેન્ગ્યુથી નિધન

21 September 2023 11:48 AM
India
  • એર ઈન્ડિયાના A350 એરક્રાફ્ટ ફ્લીટના ચીફ પાયલોટ કેપ્ટન સંદીપ ગુપ્તાનું ડેન્ગ્યુથી નિધન

ન્યુ દિલ્હી : એર ઈન્ડિયાના લાંબા અંતરની A350 એરક્રાફ્ટ ફ્લીટના ચીફ પાયલોટ કેપ્ટન સંદીપ ગુપ્તા, 53, બુધવારે સાંજે નવી દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે મૃત્યુ પામ્યા હતા, એમ બે એરલાઇન અધિકારીઓએ જણાવ્યું હતું. ‘કેપ્ટન ગુપ્તા, જેઓ ડેન્ગ્યુ સામે લડી રહ્યા હતા, તેમને બુધવારે બપોરે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું અવસાન થયું,’ એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું. શ્રી ગુપ્તાને ગયા વર્ષે એર ઇન્ડિયાના A350 એરક્રાફ્ટ ફ્લીટ ચીફ પાઇલટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ટાટા ગ્રૂપ દ્વારા ખોટ કરતી એરલાઇનને ટેકઓવર કર્યા બાદ A350 પ્લેન સામેલ કરવા માટે એર ઇન્ડિયાની એરબસ સાથેની વાટાઘાટો સાથે આ પગલું લેવામાં આવ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement