રાજકોટ, તા.21
લંડનના કિંગ્સબરી હેરો વિસ્તારમાં આવેલ કેન્ટન જિનાલયમાં મૂળનાયક રૂપે શ્રી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન છે. આ વર્ષે કેન્ટન દેરાસરમાં શ્રી મહાલક્ષ્મીજી અને શ્રી સરસ્વતીજી ની ભવ્ય રીતે પ્રતિષ્ઠા 10મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. મહાવીર ફોઉન્ડેશનના યંગ પ્રેસિડેન્ટ નીરજ સુતરીયા અને વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ કપાશીની મહેનત તેમજ કમિટીના દરેક સભ્યની ખુબજ જહેમતથી આ પ્રસંગ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે પર્યુષણ પર્વની ધર્મોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભારતથી સુશ્રાવક હર્ષીલભાઈ અને મોક્ષિતભાઈ પર્યુષણની આરાધના કરાય હતી. જીગ્નેશભાઈ ભારતથી ખાસ પધારેલ અને ભગવાનની દરરોજ સુંદર અને ભવ્ય આંગી રચના કરી હતી.
મહાવીર જન્મ વાંચનના પવિત્ર દિવસે લગભગ 1500થી પણ વધુ જૈનોએ ભાગ લીધો હતો. પ્રેસિડેન્ટ નીરજ સુતરીયાની ભાવના છે કે આવતા વર્ષે (2024) એપ્રિલ મહિનામાં લંડનમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનના નિર્વાણ કલ્યાણકની ભવ્ય ઉજવણી ખુબ મોટા સ્તરે કરવી છે. જેમાં ઞઊં જૈનોના દરેક ફીરકા - સ્વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી, નવનાતને સાથે જોડીને એક જૈન (ઘગઊ જૈન)ની ભાવના સાથે ઉજવવાની છે. વિશ્વના દરેક જૈનને આ ભવ્ય પ્રસંગમાં જોડવા માટે મહાવીર ફોઉન્ડેશનના પ્રેસિડેન્ટ નીરજ સુતરીયાએ જણાવેલ છે.