(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.21
બાબરાનાં ઘુઘરાળા ગામનાં ધીરૂભાઈ ખોડાભાઈ તાગડીયાનાં રહેણાંક મકાનમાં ઘુસીને મોડી રાત્રિએ 4 શખ્સોએ ઘરધણી ઉપર હુમલો કરીને મહિલાનાં ગળામાંથી સોનાની કંઠીની લૂંટ ચલાવીને નાસી ગયાની ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોંધાયેલ છે.
આ કામની હકીકત એવી છે કે, આ કામના ફરિયાદી તથા તેમના પત્ની લીલાબેન ધીરૂભાઈ રાત્રિનાં વાળુપાણી કરીને અગીયારેક વાગ્યે પોતાના મકાનના વચ્ચેના રૂમમાં સૂઈ ગયેલ હતા. તે વખતે રાત્રિના એકાદ વાગ્યે આ કામના આરોપી ત્રણ અજાણ્યા ઈસમો મકાનની દીવાલ કૂદી અંદર પ્રવેશ કરી, મકાનની ઓસરીની આગળની ગ્રીલનું તાળુ તોડતા ફરિયાદી તથા તેમના પત્ની જાગી જતા આ ત્રણેય આરોપીઓ ગ્રીલનું તાળુ તોડી લોખંડની કોસ જેવા હથિયારો સાથે ઓંસરીમાં આવતા ફરિયાદી તથા તેમના પત્ની રૂમમાં જતા ત્રણેય આરોપીઓએ રૂમના દરવાજાને ધકકો મારી રૂમમાં જઈ એક વ્યકિતએ ફરિયાદીને લોખંડની કોસ વડે માર મારી જમણી બાજુ કપાળ ઉપર તથા ડાબી બાજુના ગાલ ઉપર તથા ડાબી બાજુના ખભા ઉપર નાની-મોટી ઈજા કરી તેમજ સાહેદે ડોકમાં સોનાની કંઠી (માળા) પહેરેલ હોય જેબળજબરીથી કાઢવા જતાં પ્રતિકાર કરતા તેમને લોખંડની કોસ વડે માથાના ભાગે તથા ડાબા હાથે ઘા મારી માથાના આગળના ભાગે ત્રણ ટાંકા તથા ડાબા હાથે એક ટાંકો આવે તેવી ઈજાઓ કરી.
ફરિયાદીના પત્નીની સોનાની કંઠી (માળા) જેનું વજન આશરે 30 ગ્રામ કિંમત રૂા. 90,000ની લૂંટ કરી, ફરિયાદીના પત્ની લોહી લુહાણ હાલતમાં રાડો પાડવા લાગતા તેમને બચાવવા પાડોશી આ કામના સાહેદો દોડી આવતા મકાનની બહાર ઘ્યાન રાખી બેઠેલ એક અજાણ્યો આરોપી મળી આ ચારેય આરોપીઓએ તે લોકોની ઉપર પથ્થરના ઘા કરી આ કામના સાહેદ મધુભાઈ હરીભાઈ તાગડીયાને ડાબા પગે મૂંઢ ઈજા કરી લૂંટ કરી નાસી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.