ગીરગઢડાની સીમમાં સંગીતનાં તાલે મહેફીલ માણતો વિડીયો વાયરલ થતાં પોલીસ એકશનમાં: 10 ઝડપાયા

21 September 2023 12:06 PM
Veraval
  • ગીરગઢડાની સીમમાં સંગીતનાં તાલે મહેફીલ માણતો વિડીયો વાયરલ થતાં પોલીસ એકશનમાં: 10 ઝડપાયા

ત્રણ વર્ષ પહેલા યોજાયેલી દારૂની મહેફીલની અરજી થતા ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી: હજુ 10ની શોધખોળ શરૂ

ઉના,તા.21

ગીરગઢડા રેલ્વે સ્ટેશન રોડ પર ખોડીયાર મંદિરની બાજુમાં આવેલ વાડીમાં દારૂની મહેફીલ 20 થી વધુ યુવાનો સંગીત સાથે દારૂની મહેફીલ માણતા હોવાનો વીડીયો સોશ્યલ મીડીયા પર ફરતો આ ઘટનાના ત્રણેક વર્ષ બાદ સતારભાઇ આમનભાઇ પોપટ પોટરએ ગીરગઢડા પોલીસમાં 20 શખ્સો સામે લેખિત અરજી કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી જેમાં જીલ્લા એલ સી બી એ 10 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે અન્ય 10 શખ્સોની શોધખોળ શરૂ કરી છે.ગીરગઢડા રેલ્વે સ્ટેશન રોડ ખોડીયાર મંદિરની બાજુમાં સતારભાઇ આમનભાઇ પોપટ ની પોતાની 6 વિઘા ખેતીની જમીન આવેલ તેમાં બે વર્ષ પહેલા અજીતભાઇ જુમાભાઇ પોપટને વેચાણ કરેલ. આજથી ત્રણેક વર્ષ પહેલા ઇકબાલ હુસેન બીજલીયાના કુટુંબીક ભાણીયાએ કુટુંબીક ભાઇ સમીર ઉર્ફે ભીમ લતીફભાઇ જુમાણીના જન્મ દિવસની ઉજવણી કરવી હોય જેથી વાડીની ચાવી લઇ ગયેલ અને વાડીમાં 20 થી વધુ લોકો સંગીત સાથે દારૂની મહેફીલ માણતા હોવાનો વીડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયેલ હતો

આ મહેફીલમાં ઇકબાલ હુસેન બિજલીયા, કૈાશીક (કે.ટી) વાઘેલા, જીતુ જીવા ગોહીલ, મનિષ મના ભાલીયા, હારૂન બ્લોચ ઘાંટવડ, સાજીદ અલ્તાફ હોથ રહે.ગીરગઢડા, એજાજ ઉર્ફે એજુ કાદર બ્લોચ, આસીફ ઓસમાણ પોપટીયા, વનરાજ કરશન ભાલીયા, સુરેશ ઉર્ફે સુરો લાલજી વાઘેલા, સરફરાજ સલીમ, સાબીર રજાક, પરસોત્તમ અરજણ ભાલીયા, સરફરાજ સીરાજ સોરઠીયા રહે.કોબ, ગોપાલ રણછોડ ગોહીલ, શૈલેષ મંગા, ઇરફાન યુસુફ, મુકેશ ઉર્ફે મયુર ભાણા ભાલીયા, તેમજ સમીર ઉર્ફે ભીમ લતીફ જુમાણી રહે.ઉના નીચલા રહીમનગર આ તમામ શખ્સો સંગીત સાથે દારૂની મહેફીલ માણતા હતા.

આ વાડીમાં સંગીત સાથે દારૂની મહેફીલ માણતા હોવાનો વિડીયો વાયરલ થતા એહવાલ પ્રસિધ્ધ થયા બાદ સતારભાઇ આમનભાઇ પોપટ એ પોલીસમાં 20 શખ્સો સામે અરજી કરતા પોલીસે 10 શખ્સોને ઝડપી પાડેલ છે. જ્યારે અન્ય 10 શખ્સોની શોખધોળ હાથ ધરવામાં આવેલ.


Advertisement
Advertisement
Advertisement