સૌરાષ્ટ્રમાં સર્વત્ર મેઘરાજાનો વિરામ : ઉઘાડ

21 September 2023 12:07 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં સર્વત્ર મેઘરાજાનો વિરામ : ઉઘાડ

માત્ર કચ્છમાં એકથી સવા ઇંચ વરસાદ વરસ્યો

રાજકોટ, તા. 21
સૌરાષ્ટ્રમાં મોટા ભાગનાં સ્થળોએ મેઘરાજાએ હવે વિરામ લઇ લીધો છે. જોકે ગઇકાલે માત્ર કચ્છમાં એકથી સવા ઇંચ વરસાદ પડયો હતો. કચ્છમાં અબડાસા-ભુજમાં એક, માંડવી, મુંદ્રા, નખત્રાણામાં સવા ઇંચ અને રાપરમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો.

દરમ્યાન જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી વિરામ લીધો હતો.આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણ એ દર્શન દીધા હતા. વરાપ નીકળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.જો કે છેલ્લા 24 કલાક દરમ્યાન ત્રણ તાલુકામાં વરસાદ નિધાયો હતો.જેમાં જોડિયામાં અડધો ઇંચ જ્યારે જામનગર માં 6 મિમી,ધ્રોલમાં 5 મિમી,લાલપુર તાલુકામાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 4 મિમી વરસાદથી લઈને 15 મિમી વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં જામનગરમાં 6 મિમી,જોડિયામાં 14 મિમી,ધ્રોલમાં 5 મિમી,લાલપુરમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.

જ્યારે જામનગર જિલ્લાના પી.એચ સી સેન્ટરોમાં છેલ્લા 24 કલાકમાં જામનગર તાલુકામાં વસઈમાં છ મીમી, લાખાબાવળમાં પાંચ મીમી ,મોટી બાણુંગરમાં પંદર મીમી, ફલ્લામાં આઠ મીમી, વરસાદ નોંધાયો હતો જ્યારે જોડિયા તાલુકાના હડીયાણામાં દશ મિમી, બાલંભા અને પીઠડમાં પાંચ પાંચ મિમી, લતીપરમાં છ મીમી,નવાગામમાં દસ મીમી, મોટા પાંચદેવડામાં પાંચમી સમાણામાં ચાર મીમી, જામવાડી છ મિમી, વાસજાળીયામાં આઠ મીમી,ધુનડામાં બે મિમી,ધ્રાફા અને મોટા ખડબા ચાર ચાર મિમી, હરિપરમાં સાત .મિમી વરસાદ નોંધાયો હતો.

દરમ્યાન આજરોજ સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સુર્ય દેવતાએ દર્શન દીધા હતા અને ગઇકાલે પણ મોટાભાગનાં સ્થળોએ વરસાદનો વિરામ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે 4.30 કલાક આસપાસ વરસાદનું જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. જોકે બાદ મોડી સવારથી સુર્ય પ્રકાશિત હવામાન છે.


Related News

Advertisement
Advertisement
Advertisement