(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.21
ગોંડલ તા ગોંડલ ના ગુંદાળા ચોકડી પર આવેલા કોમ્પ્લેક્ષ માં દાદાગીરી દાખવતા તત્વોને આગવી શૈલીમા સબક અપાતા કોમ્પ્લેક્ષ ના વેપારીઓ એ રાહત નો દમ લીધો હતો.પ્રજા ને કનડતા કોઈ લુખ્ખા તત્વોને છોડીશ નહી તેવો હુંકાર પુર્વ ધારાસભ્ય એ કર્યો હતો.ગોંડલ માં ખુણે ખાચરે શરુ થયેલી લુખ્ખાગીરી સામે ધારાસભ્ય નાં પરીવારે લાલ આંખ કરી આકરા તેવર દાખવ્યા છે.બે દિવસ પહેલા ગુંદાળા ચોકડી પર આવેલા સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષ માં દબાણ કરી દાદાગીરી તથા વ્યાજકંવાદ કરી રહેલા કેટલાક શખ્સો સામે વેપારીઓ એ ધારાસભ્ય કાર્યાલય મા રજુઆત કરતા ધારાસભ્ય ના પુત્ર તથા યુવા અગ્રણી ગણેશભાઈ એ દોડી જઇ આ તત્વો ને આગવી શૈલી મા સબક આપી શાન ઠેકાણે લાવી હતી.
બાદ મા નગરપાલિકા દ્વારા ત્વરિત ડીમોલીશન હાથ ધરી દબાણો દુર કરાયા હતા.દરમ્યાન પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ ગુંદાળા ચોકડી પર ના કોમ્પ્લેક્ષ ની આજે મુલાકાત લઈ કોઇ ચમરબંધી થી નહી ડરવા વેપારીઓ ને ધરપત આપી હતી.વધુ મા વ્યાજખોરી કે દાદાગીરી સામે કોઈ જાત નો ડર રાખ્યા વગર તુરંત પોલીસ ને જાણ કરવાનુ કહી ગોંડલ માં પ્રજાને પિડતા અસામાજીક તત્વો કે કોઈ પણ ની લુખ્ખાગીરી ચલાવી લેવાશે નહી તેવો હુંકાર કર્યો હતો.