ગોંડલ,તા.21
ગોંડલના ખડવંથલીના મેઘવાળ સમાજનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે.જેમાં એક ઉપવાસીની તબીયત લથડતા તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ગોંડલ તાલુકા ના ખડવંથલી ગામનાં મેઘવાળ સમાજ નુ સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા તોડી પડાયુ હોય તેના વિરોધ મા ગોંડલ ડો.આંબેડકર ની પ્રતિમા સામે આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહયુ છે.જે આજે છઠ્ઠામાં દિવસ મા પ્રવેશ્યું હતુ.ઉપવાસ પર બેઠેલા હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમાર પૈકી હકાભાઇ ની તબીયત લથડતા ગોંડલ સિવિલ હોસ્પિટલમા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.ઉપવાસી છાવણી મા તાલુકાનાં મેઘવાળ સમાજના આગેવાનો જોડાઇ રહ્યા છે.અને આંદોલન ઉગ્ર બની રહયુ છે.