(ભરત ગોહેલ દ્વારા)
જામજોધપુર તા.21
જામજોધપુર-લાલપુર વિસ્તારના બિસ્માર બનેલા રોડનો પ્રશ્ર્ન અધ્ધરતાલ લટકતો રહેતા આ વિસ્તારના ‘આપ’ના ધારાસભ્ય હેમત ખવા દ્વારા આ મુદ્દે આવતીકાલે તા.22ને શુક્રવારે પ્રજાને સાથે રાખી લાલપુરની પ્રાંત કચેરીને તાળાબંધી કરવા ચેતવણી આપી છે.
‘આપ’ના ધારાસભ્ય હેમત ખવા દ્વારા જામજોધપુર-લાલપુર વિસ્તારના રોડના પ્રશ્ર્ને આગેવાનોને સાથે રાખી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ભાજપ સરકાર દ્વારા ભેદભાવભરી નિતી અખત્યાર થતી હોય બિસ્માર રોડનો પ્રશ્ર્ન જેમનો તેમ અધ્ધરતાલ લટકી રહ્યો છે.
જેને લઈને આપના ધારાસભ્ય હેમત ખવા દ્વારા પ્રજાને સાથે રાખી લાલપુરની પ્રાંત કચેરીને તાળાબંધી કરવા ચિમકી આપતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે હવે ધારાસભ્ય હેમત ખવા પ્રાંત કચેરીને તાળાબંધી કરવા સફળ થશે કે પછી તંત્ર માંગણી સ્વીકારશે? તેવો પ્રશ્ર્ન ઉઠેલ છે.