‘અસંભવ નહીં હૈ યે સપના, 3 કા ડ્રીમ હૈ અપના’ થીમ પર ભારતનું વર્લ્ડકપ સોંગ લોન્ચ

21 September 2023 12:14 PM
Sports
  • ‘અસંભવ નહીં હૈ યે સપના, 3 કા ડ્રીમ હૈ અપના’ થીમ પર ભારતનું વર્લ્ડકપ સોંગ લોન્ચ

2 મીનીટ, 2 સેકન્ડના સોંગમાં રોહિત, વિરાટ, હાર્દિક, ગીલ, ઠાકુર, જાડેજા, સિરાજ જોવા મળ્યા

મુંબઇ, તા.21 : ભારતમાં આગામી 5 ઓકટોબર થી રમાનાર વનડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સીની સાથોસાથ થીમ સોંગ લોન્ચ કરાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ’3 (તીન) કા ડ્રીમ હૈ અપના’ થીમ સોંગ સાથેની જર્સી જાહેર કરી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ગઈકાલે એટલે કે બુધવારે બપોરે 12 વાગ્યે વર્લ્ડ કપનું સત્તાવાર ગીત પણ રિલીઝ કર્યું હતું.

બીસીસીઆઈએ બુધવારે બપોરે લગભગ 2 વાગે 2 મિનિટ 21 સેકન્ડનું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. આ ગીત ’અસંભવ નહીં હૈ યે સપના, 3 કા ડ્રીમ હૈ અપના’ થીમ પર બનાવવામાં આવ્યું હતું. 3નું ડ્રીમ એટલે કે ત્રીજી વખત ODI વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું ગીતની મદદથી દર્શાવવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 1983 અને 2011માં બે વખત ODI વર્લ્ડ કપ જીત્યો છે.
આ ગીતમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જોવા મળ્યા હતા.

ટીમ ઈન્ડિયા વોર્મ-અપ મેચોમાં નવી જર્સી પહેરશે : વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ ટીમ ઈન્ડિયા માત્ર વોર્મ-અપ મેચોમાં જ નવી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા 30 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમશે. ટીમની વોર્મ-અપ મેચ 3 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે થશે. આ બંને મેચમાં ભારતીય ખેલાડીઓ નવી જર્સી પહેરશે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ ચેન્નાઈના એમએમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement