ઉના, તા.21
ઊનાના ઉમેજ ગામના પાટીયા પાસેથી બાઇક ચોરને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા આ બાઇક પાલીતાણા તાલુકા માંથી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઊનાના ઉમેજ ગામના પાટીયા પાસે એક શખ્સ ચોરીયાવ બજાજ કંપનીનું સી.ટી100 મો.સા લઇને ઉભેલ હોય તેની બાતમી આધારે પોલીસ સ્થળ પર પહોચી શખ્સનું નામ-ઠામ પુછતાં પોતાનું નામ સોહીલભાઇ ઇકબાલભાઇ નાયા રહે.મોટીમોલી હોવાનું જણાવેલ હતું અને આ શખ્સ પાસે રહેલી બાઇક મો.સા બજાજ કંપનીનું બ્લેક બ્લુ કલર GJ-04-DH-6192 ના આર.ટી.ઓ.ના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ અને બાઇક વિશે વધુ પુછ-પરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને ગોળ ગોળ જવાબ આપતા અને આ બાઇક પાલીતાણા તાલુકાના થોરાળી ગામ પાસે આવેલ ચા-પાણીની દુકાન પાસેથી ચોરી છુપીથી લઇ આવેલ હોવાનુ કબુલાત કરી હતી. આ શખ્સે બાઇક કિ.30 હજારના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.