બગસરા ભાજપનાં કાર્યક્રમમાં મહિલાઓનાં બદલે પતિઓ આવ્યા

21 September 2023 12:24 PM
Amreli
  • બગસરા ભાજપનાં કાર્યક્રમમાં મહિલાઓનાં બદલે પતિઓ આવ્યા

નારી શક્તિ વંદના કાર્યક્રમમાં નારી શક્તિ જ ગેરહાજર

♦ મહિલા મોરચાના જિલ્લા મહિલા પ્રમુખ સહિત ત્રણ મહિલાઓ ઘેર હાજર: પુરૂષ આગેવાનો મોં મીઠા કરી છૂટા પડ્યા

(સમીર વિરાણી)
બગસરા, તા.21

બગસરા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંસદમાં રજૂ કરાયેલ નારી શક્તિ વંદના વિધાયક ખરડામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેની ઉજવણી ઠેર ઠેર ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે બગસરા શહેર તથા તાલુકાના પદાધિકારીઓ દ્વારા પણ આ કાર્યક્રમ ની ઉજવણી બગસરા નગરપાલિકા ખાતે કરવામાં આવી હતી.

પરંતુ આ ઉજવણીમાં જેમના માટે આ વિધાયક લાવવામાં આવ્યો છે તેવી મહિલાઓ જ નજરે ચડી ન હતી બગસરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તેમજ નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓને બદલે તેમના પતિઓ હાજર રહી ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માત્ર બે સ્ત્રીઓ જ નજરે ચડી હતી જેમાં મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ રંજનબેન ગોહિલ તથા વીણાબેન. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તમામ મહિલા સદસ્યો ઘેર હાજર રહ્યા આમ ભાજપ દ્વારા મહિલાઓને આરક્ષણ આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ મહિલાઓને તેમની ઉજવણીમાં પણ હાજર રહેવા અધિકાર તેમના પતિઓ દ્વારા આપવામાં આવતા ન હોવાનું જાહેરમાં દેખાયું હતું. આ તકે ભાજપના કાર્યકર્તા ધીરુભાઈ કોટડીયા પ્રદીપભાઈ ભાખર એવી રીબડીયા જેન્તીભાઈ વેકરીયા ધીરુભાઈ માયાણી મહેશભાઈ પરમાર નકાભાઈ ચા વાળા સહિતના કાર્યકર્તાઓ હાજર રહી મો મીઠા કરાવ્યા હતા.


Advertisement
Advertisement
Advertisement