(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.21
ભાવનગર જિલ્લાના મહુવામાં રખડતા ઢોરે એક વૃદ્ધનો જીવ લીધો છે. મળતી માહિતી મુજબ મહુવાના તલગાજરડા રોડ પર એકટીવા લઈને જઈ રહેલ પ્રદીપભાઈ પરશુરામભાઈ ત્રિવેદી ઉં.વ.67 (રહે. મણી મોહનની વાડી, મહુવા) ને રસ્તા પર ગાય આડી પડતા માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.