બેંગ્લુરૂ, તા. 21
ફ્લાઈટમાં એરહોસ્ટેસ કે કેબિન ક્રૂ સાથે ગેરવર્તણૂક કરતાં પેસેન્જરોની કમી નથી. ઘણીવાર આવા પેસેન્જરો ગાળાગાળી કરે છે કરે છે અથવા તો એરહોસ્ટેસ્ટની શારીરિક કે શાબ્દિક છેડતી કરે છે. બેંગાલુરૂથી ઉપડી રહેલી ફ્લાઈટમાં પણ આવી જ ઘટના બની છે. એરહોસ્ટેસની છેડતી કરનારા 40 વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
બેંગાલુરુના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એર એશિયાની ફ્લાઈટ ગોવા જવા ઉપડવાની હતી તેની ગણતરીની મિનિટો પહેલા જ પેસેન્જરે એરહોસ્ટેસની જોઈને લાળ ટપકાવી હતી. જેથી તેને તાત્કાલાકિ પ્લેનમાંથી ઉતારી દેવાયો હતો અને પોલીસને સોંપી દેવાયો હતો.
કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ના સૂત્રો પાસેથી અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 13 સપ્ટેમ્બરે સવારે 4.10 કલાકે એર એશિયાની ફ્લાઈટ ઈં5 1574 ગોવા જવા માટે ઉપડવાની હતી ત્યારે આ ઘટના બની હતી. એરહોસ્ટેસ સાથે અણછાજતું વર્તન કરનારા 40 વર્ષીય પેસેન્જરનું નામ અનિલ કુમાર છે અને તે ઉત્તર કર્ણાટકના કલાબુરાગીમાં આવેલા અલાંડનો રહેવાસી છે.
આ કેસની તપાસ કરી રહેલા પોલીસકર્મીએ જણાવ્યું, "ફ્લાઈટમાં અનિલ કુમાર મિડલ સીટ 21બીમાં બેઠેલો હતો. 21 વર્ષીય એરહોસ્ટેસ પ્લેનમાં બેઠેલા પેસેન્જરોની આગતાસ્વાગતા કરી રહી હતી ત્યારે આ પેસેન્જરે તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. તેણે એરહોસ્ટેસને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેણીનો હાથ પકડી લીધો હતો. આ સિવાય તેના માટે ભદ્દી ટિપ્પણી કરી હતી." આ ઘટના બાદ એરલાઈનના એક ક્રૂ મેમ્બરે અનિલ કુમારને પ્લેનમાંથી ઉતારી દીધો હતો. તેને ઊંઈંઅ પોલીસને સોંપી દેવાયો હતો અને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આવી જ બીજી એક ઘટના સોમવારે ટર્મિનલ 2 પર બની હતી. 44 વર્ષના આંતરરાષ્ટ્રીય મુસાફરે બેંગાલુરુ કસ્ટમ્સના એક અધિકારી સાથે બબાલ કરી હતી. આ મુસાફરની પણ ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, કસારગોડના પીડિકાયલીનો ગફૂર વાલિયા સોમવારે વહેલી સવારે જઝીરાની ફ્લાઈટ ઉં9 431માં કુવૈતથી આવ્યો હતો. ગફૂર ગ્રીન ચેનલ તરફ જઈ રહ્યો હતો ત્યારે કસ્ટમ્સના સુપ્રીટેન્ડન્ટ આશુતોષ થપલિયાલે તેને રોક્યો હતો અને પાસપોર્ટ જોવા માગ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, "ઓફિસરે ગફૂરને થોડીવાર રાહ જોવાનું કહ્યું હતું પરંતુ એ વખતે તેની વર્તણૂક શંકાસ્પદ થઈ ગઈ હતી. આ અંગે જ્યારે ગફૂરને પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે તે જવાબો આપવામાંથી છટકવાનો પ્રયાસ કરવા લાગ્યો અને ઓફિસર સાથે ઊંચા અવાજે વાત કરવા લાગ્યો. જે બાદ તેણે ઓફિસ પર હાથ ઉપાડ્યો હતો."