સોમનાથ મંદિર પરિસરમાં સંકિર્તન ભવન ખાતે પાર્થિવ ગણેશ પૂજન: ભક્તિના દર્શન

21 September 2023 12:31 PM
Veraval
  • સોમનાથ મંદિર પરિસરમાં સંકિર્તન ભવન ખાતે પાર્થિવ ગણેશ પૂજન: ભક્તિના દર્શન

(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસ પાટણ તા.21

ગણેશના સૌથી મોટા આરાધના પર્વ એટલે કે ભાદ્ર માસના ગણેશ નૌરાત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ભક્તો શ્રી ગણેશના આશીર્વાદ મેળવવા વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ભક્તને વિધિવત ગણેશ પૂજનનો લાભ મળે તેવા શુભ હેતુથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્થિવ ગણેશ પૂજનનું આયોજન કરવામાં આવેલ.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાર્થિવ ગણેશ પૂજન કરવામાં આવેલ. શ્રી ગણેશના સૌથી પ્રાકૃતિક સ્વરૂપ ‘પાર્થિવ’ એટલે કે માટીથી બનેલા ગણેશજીનું શાસ્ત્રોકત વિધિવિધાન સાથે પૂજન કરાવવામાં આવેલ. તા.19 થી 28 સપ્ટેબર સુધી શ્રી સોમનાથ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે સવારે 9 વાગ્યે અને 10 વાગ્યા ના સમય અવકાશમાં પાર્થિવ ગણેશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં માત્ર 251 ન્યોછાવર કરી ભક્તો પૂજા કરી શકશે. જેમાં પાર્થિવ ગણેશજીની મૂર્તિ, પૂજા સામગ્રી, પૂજાપાત્રો, તમામ વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે.આ પૂજામાં પંચમહાભૂત થી બનેલા શ્રી ગણેશના પૂજનના પ્રત્યેક શ્ર્લોક અને પૂજા કાર્ય ને શ્રી સોમનાથ મંદિરના પુજારી શ્રી દ્વારા ભકતોને વિસ્તૃત રૂપે સમજાવવામાં આવે છે. ત્યારે ભક્તો ગણપતિ ભગવાનની અદ્વિતિય પાર્થિવ પૂજનનો લાભ લઈ ધન્ય બને છે. આ પૂજા ટ્રસ્ટના પૂજાવિધિ કાઉન્ટર તેમજ વેબસાઈટ તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ પર સરળતાથી બુક કરી શકાશે.


Advertisement
Advertisement
Advertisement