(કેશુભાઈ માવદીયા) માધવપુર,તા.21
માધવપુર ઘેડ પાસેના હાઈવેના સાગાવાડા ગામે ગણેશજીની મૂર્તિના દર્શનાર્થે દર વર્ષે વણકર સમાજના ભાઈ-બહેનો લાડુનો પ્રસાદ ધરી માનતા ઉત્સારી રહ્યા છે.સાગાવાડા ગામે હાઈવ રોડ પર ભગવાન ગણેશની મૂર્તિની ઉચાઈ દર વર્ષે વધતી જાય છે.
આ સ્થળ આસપાસ મોટા પ્રમાણમાં દબાણ થતા દર્શનાર્થીઓને મુશ્કેલી વેઠવી પડે છે. તંત્ર દબાણ દુર કરાવે તેવી માંગણી છે.આ જગ્યામાં દુર-દુરથી દર્શનાર્થીઓ લાડુની માનતા ઉતારવા આવી રહ્યા છે.ધર્મપ્રેમીઓ દ્વારા પ્રસાદ સ્વરૂપે ફરાળની વ્યવસ્થા રાખેલ છે ગણેશ મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે.