ફલ્લામાં રંગેચંગે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

21 September 2023 12:33 PM
Jamnagar
  • ફલ્લામાં રંગેચંગે ગણપતિ મહોત્સવનો પ્રારંભ
  • ફલ્લામાં રંગેચંગે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

જામનગર તાલુકાના ફલ્લા ગામે ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિવિધ જગ્યાએ દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી રહી છે. ફલ્લાના મનસુખભાઈ વરીયાના નિવાસથી વાજતે ગાજતે ગામના ચોકમાં પુજાબેન ભાવેશભાઈ ધમસાણીયાના આર્થીક સહયોગથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દરરોજ પુજા, આરતી તથા ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

જામનગર: જામનગરમાં હરીયા કોલેજ રોડ પર આવેલા કુદરત વિલામાં રહેતા પ્રજાપતિ કિર્તન મંડળના ખજાનચી વસંતભાઈ વરીયા દ્વારા વાજતે ગાજતે શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દરરોજ આરતી, પુજા, પ્રસાદ તથા સત્સંગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નજીકના રહેવાસીઓ તથા ભકતજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે. (તસ્વીર: મુકેશ વરીયા-ફલ્લા)


Advertisement
Advertisement
Advertisement