તાજેતરમાં અમેરિકાના ટમ્પા ફલોરીડા-સીટી કાઉન્સીલ દ્વારા આંતરરાષ્ટ્રીય મોટીવેશન સ્પીકર તથા બીએપીએસ સંસ્થાના સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામીને એવોર્ડ એનાયત કરાયો છે.
શ્રી જ્ઞાનવત્સલ સ્વામીએ પોતાના પ્રવચનોમાં સંસ્કારી જીવન કેમ વિતાવવું તથા જીવન મૂલ્યોનો ઉલ્લેખ થતો રહે છે. તેમની આ સિધ્ધિને બિરદાવવા, ટમ્પા સીટી કાઉન્સીલ દ્વારા એવોર્ડ ચેરમેન ગુઇડો મનીસ્કાલ્સોના હસ્તે અર્પણ કરાયો હતો. ઉપરોકત તસ્વીરમાં એવોર્ડ સાથે શ્રી જ્ઞાનવત્સલ સ્વામી તથા એવોર્ડ સ્વીકારતા શ્રી જ્ઞાનવત્સલ સ્વામી નજરે પડે છે.