મુંબઈ : વનડે વર્લ્ડ કપ 2023નું સત્તાવાર થીમ સોંગ બુધવારે આઇસીસી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ગીતનું નામ ‘દિલ જશ્ર્ન જશ્ર્ન બોલે’ છે. ગીતના કવર પર રણવીર સિંહ જોવા મળી રહ્યો છે. દિગ્દર્શક પ્રિતમ ચક્રવર્તીએ સંગીત આપ્યું છે. આ વર્લ્ડ કપ ગીત ગાયક પ્રીતમ, નકાશ અઝીઝ, શ્રીરામ ચંદ્ર, અમિત મિશ્રા, જોનીતા ગાંધી, આકાસા અને ચરણ દ્વારા ગાયું છે.