ભાણવડમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ

21 September 2023 12:38 PM
Jamnagar
  • ભાણવડમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ

ભાણવડમાં ગણપતિ મહોત્સવનો ભક્તિરસ માહોલમાં પ્રારંભ થયો છે. શહેરમાં ઠેકઠેકાણે ગણપતિ દાદાનાં સ્થાપન થયાં છે, જેમાં શહેરનાં રણજીતપરામાં સ્વ. ભારતીબેન પતાણીનાં રાંદલમઢમાં પણ ગણપતિ મહોત્સવ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે.

સ્વ.ભારતીબેન પતાણી પરિવારનાં કેવલભાઈ પતાણી તથા ગાયત્રીબેન પતાણી દ્વારા ગણપતિ બાપાની સવાર સાંજ પૂરતા આરતી જેવાં ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે, કેવલભાઈ પતાણી દ્વારા શુક્રવારે તા.22નાં રોજ રાંદલમઢમાં સત્યનારાયણ કથા પણ યોજાશે.
તસ્વીર: મનીશ ઘેલાણી- ભાણવડ


Advertisement
Advertisement
Advertisement