બે બાઈક વચ્ચે ટક્કર: યુવાન ઈજાગ્રસ્ત

21 September 2023 12:42 PM
Jamnagar
  • બે બાઈક વચ્ચે ટક્કર: યુવાન ઈજાગ્રસ્ત

ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા કુલદીપસિંહ દિલીપસિંહ વાઢેર નામના 24 વર્ષના યુવાન પોતાના જી.જે. 37 એલ 3164 નંબરનું મોટરસાયકલ લઇ અને જઈ રહ્યા હતા ત્યારે કજુરડા ગામથી થોડે દૂર જી.જે. 37 કે 7900 નંબરના એક મોટર સાયકલના ચાલકે પોતાનું મોટરસાયકલ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા કુલદીપસિંહ વાઢેરના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement