રાજયભરનાં સ્વામિનારાયણ સંપ્રદાયને કયાં ? કેટલી જમીન ફાળવી ? : જુનાગઢનાં વકીલની આર.ટી.આઇ. હેઠળ અરજી

21 September 2023 12:50 PM
Junagadh
  • રાજયભરનાં સ્વામિનારાયણ સંપ્રદાયને કયાં ? કેટલી જમીન ફાળવી ? : જુનાગઢનાં વકીલની આર.ટી.આઇ. હેઠળ અરજી

સન ર014થી આજદિન જમીનની માહિતી આપવા માંગણી

જુનાગઢ, તા. 21

રાજયભરમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો અને ટ્રસ્ટને કયાં કેટલી જમીન કયા ભાવે આપવામાં આવી એ સહિતની વિગતો માટે જુનાગઢના મહિલા એડવોકેટે મુખ્ય સચિવને આર.ટી.આઇ. હેઠળ અરજી કરી માહિતી માંગવામાં આવી છે.

તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે વિવાદ થયો હતો. આ વચ્ચે જુનાગઢના એડવોકેટ હેમાબેન શુકલાએ મુખ્ય સચિવને આર.ટી.આઇ. હેઠળ અરજી કરી 2014થી સપ્ટેમ્બર 2023 દરમ્યાન ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર કે ટ્રસ્ટને કેટલી જમીન કયા ભાવે અને કયા હેતુથી જમીન ફાળવવામાં આવી છે અને આ જમીન ઉપર થતી વ્યવસાયિક પ્રવૃતિ અંગે જમીન પરત લેવા કોઇ કાર્યવાહી થઇ છે કે થનાર છે કે કેમ ?

હાલકોઇ જમીનની માંગણી થઇ છે કે કેમ ? જુનાગઢ રાજકોટમાં સરકારી જમીન પર લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી છે કેમ ? આ અંગેની માહિતી માંગવામાં આવી છે.


Advertisement
Advertisement
Advertisement