ભાવનગર, તા.21
મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી ની ઇન્ટર કોલેજ સ્વીમિંગ સ્પર્ધામાં ભાવનગર સરકારી મેડીકલ કોલેજના વિદ્યાર્થી એ 5 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. મેડીકલ કોલેજ ના વિધ્યાર્થી વિનાયક જયસ્વાલે 50 મીટર બટરફ્લાય સ્ટ્રોક, 100 મીટર બટરફ્લાય સ્ટ્રોક, 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક, 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક, 200 મીટર ફ્રી સ્ટાઇલ સ્ટ્રોક માં વ્યક્તિગત મેડલ જીતેલ છે.આગામી સમયમાં વિનાયક જયસ્વાલ 100 મીટર બટરફ્લાય, 4 બાય 100 મીડલે રીલે અને 4 બાય 100 મીટર ફ્રી સ્ટાઇલ રીલે માટે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટી સ્વીમિંગ ચેમ્પિયનશીપ 2023-24 માટે પસંદગી પામેલ છે અને ઓરિસ્સા ખાતે રમાનારઇન્ટર યુનિવર્સીટી સ્વીમિંગ સ્પર્ધામાં ભાગ લેશે.