દિલ્હી, તા 21 : દિલ્હીમાં રાઘવ ચઢ્ઢાના ઘરે લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. પરિણીતી ચોપરાના મુંબઈમાં ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. રાઘવના પરિવાર દ્વારા આજે સવારે દિલ્હીમાં અરદાસ અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે સુફી નાઈટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૂફી નાઈટ શરૂ થઈ ગઈ છે. મહેમાનો પણ આવવા લાગ્યા છે. પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા અને તેનો ભાઈ સિદ્ધાર્થ રાઘવના ઘરની બહાર જોવા મળ્યા હતા. બંનેનો વીડિયો પણ સામે આવ્યો છે.
રાઘવ અને પરિણીતીની તસવીરો સામે આવી નથી. પરંતુ, રાઘવ સુફી નાઈટમાં કોનો ડિઝાઈન કરેલો પોશાક પહેરે છે તે જાણી શકાય છે. વાસ્તવમાં, રાઘવના કાકા અને ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ સુનીલ સેઠીએ નવભારત ટાઈમ્સને જણાવ્યું હતું કે રાઘવે સૂફી નાઈટમાં તેના મામા પવન સચદેવ દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો.
પરિણીતીની બહેન અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમોમાં હાજરી આપશે નહીં. તે 23 સપ્ટેમ્બરે સીધી ઉદયપુર પહોંચશે. 23 સપ્ટેમ્બરે ઉદયપુરમાં ચૂડા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી, હલ્દી અને મહેંદી સેરેમની થશે. લગ્ન 24 સપ્ટેમ્બરે ઉદયપુરની ’ધ લીલા પેલેસ હોટેલ’માં થશે. કહેવામાં આવી રહ્યું છે કે પરિણીતી અને રાઘવના લગ્નની થીમને નોસ્ટાલ્જિયા અને હિન્દી સિનેમાના કેન્દ્રમાં રાખવામાં આવી છે.