સલાયા,તા.21
સલાયામાં વારંવાર ભુગર્ભ ગટરના પાણી રોડ, રસ્તા ઉપર આવી જતાં હોઈ છે.જેમાં પણ પાણીનો વારો હોઈ ત્યારે નળના પાણી પણ સાથે ભરતા સમગ્ર રોડ ઉપર ગદર તેમજ નળના પાણી ફરી વળે છે. સલાયામાં જુના દવાખાના પાસે, જીવરાજ લુહારની કોલ પાસે તેમજ માસુમશા પીરની દરગાહ પાસે તેમજ બારલોવાસ પોલીસ સ્ટેશન પાસે કાયમી આ પ્રશ્ર્નો ઉભા થાય છે.
ભુગર્ભ ગટરના પાણી રોડ ઉપર ભરાતા રાહદારીઓ તેમજ સીનીયર સીટીઝન લોકોને ભારે મુશ્કેલી પડે છે. પાણી ભરાયેલ હોય ફરજીયાત આવા ગંદા પાણીમાં થઈ પોતાના ઘર તેમજ વ્યવસાય માટે જવુ પડે છે.હાલ વરસાદી માહોલ હોય આવા ખરાબ પાણી ભરાયેલા રહે જેથી ત્યાં ગરછરનો પણ ઉપદ્રવ રહે છે. માટે આ પ્રશ્ર્નોના કાયમી નિકાલ કરે એવી લોકમાંગણી ઉઠી છે.