જેતપુરમાં ભાદર નદીના કાંઠે આવેલ મંદિરમાં ગેટ પર લગાડેલ બોર્ડની ચોરી

21 September 2023 01:02 PM
Rajkot
  • જેતપુરમાં ભાદર નદીના કાંઠે આવેલ  મંદિરમાં ગેટ પર લગાડેલ બોર્ડની ચોરી

સવારે નગરપાલિકાની ટીમ અરજીના અનુસંધાને બોર્ડ ઉતારવા આવી જેને સમજાવ્યા બાદ મોડીરાત ના કોઈ અજાણ્યો શખ્સ બોર્ડ ઉતારી લઈ ગયો: સેવક પોલીસ મથકે દોડી ગયા

રાજકોટ. તા.21

જેતપુરમાં ભાદર નદીના કાંઠે આવેલ મંદિરમાં ગેટ પર લગાડેલ બોર્ડની કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટતાં સેવકગણ પોલીસ મથકે દોડી ગયાં હતાં અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે જેતપુરમાં ભાદર નદીના કાંઠે આવેલ નૃસિંહ મંદિરમાં સેવાપૂજા કરતાં કનૈયાનંદ બ્રહ્મચારી (ઉ.વ.35) એ જેતપુર પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચેક વર્ષથી મંદીરમાં રહી મહંત તરીકે સેવા પુજા કરૂ છું.

મંદીરના પરીસરમાં ડોકટર હનુમાનજી મંદીર પણ આવેલ છે. જ્યાં ભીમનાથ મહાદેવ મંદીર અને સુર્યમુખી ડોકટર હનુમાનજી મંદીરના નામથી ઘણા વર્ષોથી બોર્ડ બનાવડાવી લગાડેલ જે બોર્ડ જર્જરીત થઇ ગયેલ જેથી હનુમાનજી મંદીરનું નવું બોર્ડ બનાવડાવેલ હતું અને તે બોર્ડ ગઇ રામનવમીના મંદીરની બહારના ગેઇટ ઉપર લગાડવામાં આવેલ હતો. રામનવમીના તહેવારે તેમજ ત્યાર બાદ દરરોજ ઘણા ભાવીકો મંદીરે દર્શન કરવા આવતા હતાં. કયારેય કોઇએ આ બોર્ડ બાબતે કોઇ વિરોધ કરેલ ન હતો.

પરંતુ તા.14/09/2 023 ના રોજ આ બોર્ડ મામલતદારે એક આવેદન પત્રના અનુસંધાને તેમની ટીમ તથા જેતપુર-નવાગઢ નગરપાલીકાના કર્મચારીઓએ બોર્ડ ઉતારેલ હતો. જે બાબતે મંદીરના સેવકોએ બોર્ડ અંગે સમજ આપતાં બોર્ડ જે તે સ્થિતીમાં લગાવડાવી દીધેલ હતો.

ત્યારબાદ તા.15/09/2023 ના રોજ સવારમાં આશરે છ એક વાગ્યે મંદીરે સેવા પુજા કરવા જતાં જોયું તો ગેઇટ પરનો આ બોર્ડ ત્યાં ન હતો. જેથી મંદીરના બોર્ડે કોઇ અજાણ્યો ચોર ત્યાં થી કાઢી ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે અંગે મંદિરના સેવકો પોલીસ મથકે દોડી ગયાં હતાં અને બનાવ અંગે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement