(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.21
અમરેલીમાં મામાદેવનાં મંદિરમાં આરોપીએ પ્રવેશ કરી મૂર્તિ ખંડીત કરી અપવિત્ર કરતાં ફરિયાદ નોંધાઇ છે. અમરેલીનાં ચિતલ રોડ ઉપર રહેતા આરોપી પ્રિતેશભાઈ કિશોરભાઈ જાની નામનાં ઈસમે લીલીયા રોડ ઉપર આવેલ મામાદેવનાં મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મૂર્તિ ખંડીત કરી રૂા. પ00નું નુકસાન કરી તથા મૂર્તિ ઉપર લઘુશંકા કરી અપવિત્ર કરી લોકોનાં ધર્મનું અપમાન કરી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કર્યાનીફરિયાદ નોંધાઈ છે.
♦ યુવતીનું મોત
વડિયા તાલુકાનાં દેવગામ ગામે રહેતા મોનિકાબેન ઉકાભાઈ પરમાર નામની ર1 વર્ષિય યુવતીને ગત તા. 6/9નાં રોજ સવારે દેવગામ ગામે જમણા પગમાં કંઈક જનાવર કરડી જતાં તેણીને સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજયાનું વડિયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
♦ એસીડ પીતા મોત
અમરેલીનાં લાઠી રોડ ઉપર આવેલ જસોદાનગરમાં રહેતા વિાલસબેન કેતનભાઈ ગરાણીયા નામનાં 34 વર્ષિય મહિલાનાં ઘરે એસીડની બોટલ તૂટી ગયેલ હોય. જેથી તેણીએ એસીડ એક ગ્લાસમાં ભરીને રાખેલ હતું. ભુલથી તેણીએ આ એસીડવાળા ગ્લાસથી પાણી ભરીને પી લેતા તેણીને અસર થતાંતેણીનું મોત નિપજયાનું સીટી પોલીસ સ્ટેશનમાં જાહેર થવા પામેલ છે.
♦ મારામારી
અમરેલીમાં રહેતા હુરખાન સિકંદરખાન નામનાં 39 વર્ષિય યુવક તેમના ભાઈ સાથે માર્કેટયાર્ડ રોડ ઉપર ચાની દુકાને હાજર હોય. ત્યારે સામાવાળા અમીનભાઈ સખી સહિત 6 જેટલા લોકોએ અગાઉની માથાકૂટનું મનદુ:ખ રાખી ગેરકાયદે મંડળી બનાવી યુવકને તથા તેમના ભાઈઓને આરોપીઓએ માર મારી યુવકનાં ખીસ્સામાંથી રૂા. સાડા તેર હજારની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.
તો સામા પક્ષે આજ બનાવમાં અમીનભાઈ ઈસ્માઈલભાઈ સખીએ પણ સામાવાળા ફિરોજખાન સહિત 7 લોકો સામે ગેરકાયદે મંડળી બનાવી ગાળો આપી રૂા. પ હજારની લૂંટ ચલાવ્યાની સામી ફરિયાદ નોંધાઈ છે.