ગાંધીધામમાં સ્પા સેન્ટરની આડ હેઠળ ચાલતું કુટણખાનું ઝડપાયું

21 September 2023 01:05 PM
kutch
  • ગાંધીધામમાં સ્પા સેન્ટરની આડ હેઠળ ચાલતું કુટણખાનું ઝડપાયું

(ગની કુંભાર) ભચાઉ તા.21 : પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, સાગર બાગમાર દ્વારા જીલ્લામાં સ્પા સેન્ટરોનું સરપ્રાઈઝ ચેકીંગ કરી કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી સુચના આપેલ હોય.

જે અન્વયે એએચટીયુ તથા એસઓજી ટીમનો સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન ગાંધીધામ વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરોની આડ હેઠળ કુટણખાના ચાલતા હોવાની હકીકત આધારે ગોલ્ડન ટચ સ્પા સેન્ટર, સેકટર નંબર 1/એ પ્લોટ નંબર 84 ગાંધીધામ ખાતે સ્પાના સંચાલક આફતાબ મુનાવરશા દિવાન (રહે.ગાંધીધામ) તથા સ્પાનો કબજો ભોગવટો ધરાવનાર પ્રકાશભાઈ રામજીભાઈ મહેશ્વરી (રહે. ગણેશનગર ગાંધીધામ વાળા)એ પરપ્રાંતિય મહિલાઓ બોલાવી તેમની પાસે દેહવિક્રયની ગેરકાયદેસરની પ્રવૃતિ કરાવી

તેમાંથી થતી કમાણીમાંથી જીવન નિર્વાહ તેમજ પોતાના આર્થીક લાભ માટે નાણા મેળવી ભોગ બનનાર પાસે દેહવિક્રય કરાવી કુટરખાનુ ચલાવતા મળી આવેલ હોય આરોપીઓ વિરૂધ્ધ ઈમમોરલ ટ્રાફીક પ્રીવેન્સન એકટ 1956 મુજબ આગળની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર-એ ડીવીઝન પોલીસ સ્ટેશનને તપાસ સોપવામાં આવેલ છે.


Advertisement
Advertisement
Advertisement