દિગમ્બર જૈન ધર્મ ના પયુઁષણ મહાપર્વ નો પારંભ થયો છે.

21 September 2023 01:07 PM
Botad
  • દિગમ્બર જૈન ધર્મ  ના પયુઁષણ મહાપર્વ નો પારંભ થયો છે.
  • દિગમ્બર જૈન ધર્મ  ના પયુઁષણ મહાપર્વ નો પારંભ થયો છે.

ભાદરવા સુદ પાંચમ થી ભાદરવા સુદ ચૌદશ એમ દસ દિવસ શ્રી દિગમ્બર જૈન ધર્મ ના પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન નિયમથી મુનીરાજ ને દશ ધર્મ પાળતા હોય છે, આ દિવસો માં શ્રાવકો દ્વારા દશધર્મની આરાધના કરવામાં આવે છે. એટલે દશ દિવસ હોય છે તેમા પ્રથમ દિવસે (1) ઉત્તમ ક્ષમા, બાદ ક્રમશ (2) ઉત્તમ માદઁવ,(3) ઉત્તમ આજઁવ (4) ઉત્તમ શૌચ (5) ઉત્તમ સત્ય (6) ઉત્તમ સંયમ (7) ઉત્તમ તપ (8) ઉત્તમ ત્યાગ (9) ઉત્તમ આકિંચન, અને અંતિમ દિવસે (10) ઉત્તમ બ્રહ્મચર્ય ધમઁ પાળવામાં આવેછે અને અને અનંત ચતુર્દશી- સંવત્સરી મનાવા માં આવછે. બોટાદ મધ્યે શ્રીકુંદકુંદ આચાર્ય પ્રણીપાત તથા પૂજય ગુરુદેવશ્રી કાનજી સ્વામી પ્રેરિત શ્રી શ્રેયાંસનાથ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે જિનેન્દ્ર અભીષેક, દશલક્ષણ મંડલ વિધાન પૂજા, પૂજય ગુરુદેવશ્રીનું તત્ત્વજ્ઞાન ઉપદેશનું CD પ્રવચન, સાંજે પ્રતિક્રમણ, ભકિત, આરતી વિગેરે ધાર્મિક કાર્યોથી ધર્મ આરાધના પુર્વક પર્યુષણ મહાપર્વ ઉજ્વાય રહ્યા છે. (તસ્વીર : રીમલ બગડીયા-બોટાદ)


Advertisement
Advertisement
Advertisement