(જગદીશ રાઠોડ) ઉપલેટા તા.21
સૌરાષ્ટ્રમાં તેમાંયે જુનાગઢ જીલ્લામાં નિર્ણાયક વસ્તી ધરાવતા શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજની 1962થી ચાલતી પ્રતિષ્ઠીત સંસ્થા જુનાગઢની સમસ્ત કડીયા બોર્ડીંગ સતાધાર જગ્યાના બ્રહ્મલીન સંત શિરોમણી શામજીબાપુના કરકમલો દ્વારા ખુલ્લી મુકવામાં આવેલી છે.
તાજેતરમાં આ સંસ્થાના નવનિયુક્ત કારોબારીના સભ્યો બોર્ડીંગના હોદેદારો ટ્રસ્ટીઓ વિગેરેની એક મીટીંગ સંસ્થાના પ્રમુખ જુનાગઢના પુર્વ મેયર અગ્રણી બિલ્ડર્સ ધીરૂભાઈ ગોહિલના અધ્યક્ષ સ્થાને ક્ધયા છાત્રાલય ગાંધીગ્રામ જૂનાગઢ મુકામે મળેલ હતી. કાર્યક્રમની શરૂઆતમાં નવનિયુક્ત કારોબારીના સભ્યો અને મહેમાનોનો પરિચય અને ફુલહારથી સન્માન કરવામાં આવેલ હતું. ત્યારબાદ તેમના દ્વારા સંસ્થાના વિકાસ માટે હકારાત્મક સૂચનો કરવામાં આવેલ હતા.
આ મીટીંગમાં બોર્ડીંગમાં અભ્યાસ કરી ગયેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવાનું અને તેમના સન્માન કરવાનું નકકી કરવામાં આવેલ. આ તકે પુર્વ વિદ્યાર્થી ચાંપરડાના નંદલાલ ચાવડા દ્વારા શૈક્ષણિક સંકુલ માટે રૂા. એક લાખના દાનની જાહેરાત કરવામાં આવેલ તેને ઉપસ્થિતિઓએ હર્ષભેર વધાવી લીધેલ ત્યારબાદ સંસ્થાના વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ બદલ આગેવાનોના વરદ હસ્તે શિલ્ડ આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ.
આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ ગોરધનભાઈ ચૌહાણ મંત્રી અને પ્રદેશ બક્ષી મોરચાના ઉપાધ્યક્ષ જે.કે.ચાવડા, ખજાનચી કિશોરભાઈ ચોટલીયા, સહમંત્રી દિનેશભાઈ કાચા, સેવા સંસ્થાના પ્રમુખ વજુભાઈ કાચા, શ્યામધામના પ્રમુખ લવાભાઈ સાપરા, સુધીરભાઈ ચૌહાણ, કૌશીકભાઈ વાઘેલા, પી.ડી.કાચા, ગોરધનભાઈ ટાંક, મેંદરડાથી જીલ્લા બક્ષી મોરચાના ઉપાધ્યક્ષ અશોકભાઈ સોલંકી, અમરેલીથી હરજીવનભાઈ ટાંક, રવજીભાઈ કાચા, હરદેવભાઈ પરમાર, શૈલેષભાઈ પરમાર, વેરાવળથી મિતેશભાઈ પરમાર, જામનગરથી નવીનભાઈ લાખાણી, ઉપલેટાથી જગદીશભાઈ રાઠોડ, પી.પી.ટાંક, શાળાના પ્રિન્સીપાલ પ્રવિણભાઈ મારૂ, ભાલીયા સહિત સૌરાષ્ટ્રભરમાંથી ક્મીટીના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન જે.કે.ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું.